Monday, February 17, 2025
HomeGujaratGir Somnathઆરોપીઓએ જાતે જ IAS અધિકારીની સહીઓ કરી નાખી, નકલી એપોઈન્ટમેન્ટ લેટર મામલે...

આરોપીઓએ જાતે જ IAS અધિકારીની સહીઓ કરી નાખી, નકલી એપોઈન્ટમેન્ટ લેટર મામલે ઠગબાજીનો પર્દાફાશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી ચીજવસ્તુઓ પકડાવાની વાત સામાન્ય બની ગઈ છે. પણ કોઈ દસ્તાવેજી કાગળ પણ નકલી હોય એટલે કે તે દસ્તાવેજી કાગળમાં IASની સહી પણ નકલી હોય તેવી ઘટના સામે આવે ત્યારે લોકો પાસે આવતા દસ્તાવેજી કાગળ અધિકૃત છે કે કેમ તે એક સવાલ છે. ત્યારે ગીર સોમનાથમાં (Gir Somnath) આર્મી, બેંક અને ગૌણ સેવા પસંદગી મંડળના નિમણૂંકપત્રો પર અધિકારીઓની સહી કરી લોકો પાસેથી લાખો રૂપિયા ઠગતા (Scam) આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ અને જૂનાગઢ (Junagadh) જીલ્લામાં સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો સાથે છેતરપિંડી થવાની ઘટના સામે આવી છે. જુદા જુદા વિભાગમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ વચ્ચે તાલાલાના કાનજી અને બીજા 25 જેટલા લોકો પાસેથી રૂપિયા પડાવી લેવાનો પર્દાફાશ થયો છે. ઘંટીચા પ્રાચી ગામે આવેલા જ્યોતિબા ફુલે એકેડમીના પ્રમુખ સુભાષ ચુડાસમા કાનજીભાઈને તેમની દીકરીને નોકરી આપવાની લાલચ આપી હતી. મોબાઈલમાં પોલીસની પરીક્ષામાં પાસ થયેલી યુવતીનો પાસ થયેલા સિક્કાવાળો કોલ લેટર બતાવી 6 લાખ રૂપિયાની માગણી કરી હતી. અંતે ત્રણ લાખમાં નોકરી આપવાની ખારતી આપી હતી. ત્રણ લાખમાંથી એક લાખ કાનજીભાઈ પાસેથી લઈ પણ લીધા હતા.

- Advertisement -

સુભાષે કાનજીભાઈને તેમના બીજા સગા સબંધીઓને પણ નોકરી અપાવાની લાલચ આપી અને તેમની પાસેથી પણ નોકરી અપાવાના બહાને સાત લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં પણ 21/03/2023ના રોજ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે જીવરાજ મહેતા, કર્મયોગી ભવનમાં લઈ જઈને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની ભારતીનો લેટર પણ આપી દીધો હતો. ઉમેદવારો આ નિમણૂંક પત્ર લઈને નોકરી મળી જવાની આશાએ જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં પહોંચ્યા હતા. પણ કલેક્ટર ઓફિસમાં નિમણૂંક પત્ર બતાવતા જ ખબર પડી કે આ લેટર નકલી છે. ત્યારબાદ લેટર આપનારા આરોપી સુભાષને આ બાબતે ફોન કરતાં સુભાષનો ફોન બંધ આવતો હતો. જેથી આ બાબતે આરોપી સુભાષ સામે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.

ફરિયાદને આધારે તપાસ કરતાં જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જે હકીકત ધ્યાને આવી હતી તે આધારે તપાસ કરતાં આરોપી સુભાષ સાથે બીજા બે આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે. એલસીબીને મળેલ સંયુક્ત બાતમીને આધારે પ્રાચીથી સુભાષ ચુડાસમાની, જૂનાગઢથી હરસુખલાલ ચૌહાણ તથા નીલકંઠકુમાર પટેલની મહેસાણાના કડીથી ધરપકડ કરવામાં આવી છે. વધુમાં જીલ્લા પોલીસ વડાએ કહ્યું કે આરોપીઓ પાસેથી જૂનાગઢ કલેક્ટર કચેરીનો બનાવટી નિમણૂક પત્ર 1, SBI બેંક ક્લાર્ક એપોઈંટમેંટ લેટર 6, આર્મીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર 2, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળનો એપોઇન્ટમેન્ટ લેટર 1, નાણાકીય લેવડ દેવડ અંગેના સોગંદનામાં તથા મુખ્યમંત્રીની ખોટી સહીવાળા ભલામણપત્રો મળી આવ્યા છે. આરોપીઓ સામે IPCની કલમ 419, 420, 465, 467, 468, 471 મુજબનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular