Monday, January 20, 2025
HomeGujaratSuratનવા કાયદાના વિરોધ આંદોલને લીધું હિંસક રૂપ, પોલીસકર્મી પર ડ્રાઈવરોએ કર્યો હુમલો

નવા કાયદાના વિરોધ આંદોલને લીધું હિંસક રૂપ, પોલીસકર્મી પર ડ્રાઈવરોએ કર્યો હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ગયા અઠવાડિયે જ કેન્દ્ર સરકાર દ્વારા ક્રિમિનલ લો બિલ (criminal law bills) રજૂ કરવામાં આવ્યા અને કોઈ વિરોધ કે ચર્ચા વિના પસાર પણ થઈ ગયા. ભારતીય ન્યાય સંહિતામાં ગુના માટે જે સજાની જોગવાઈ અને વ્યાખ્યા કરવામાં આવી છે તેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે અને હવે આ વિરોધ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે કાયદામાં કરેલા ફેરફારને લઈ વાહન ચાલકો વિરોધ કરી રહ્યા છે. નવા કાયદા અનુસાર, હવેથી હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષ જેલ અને સાત લાખ દંડની જોગવાઈ કરી છે. જેના કારણે ખાસ કરીને ટ્રક ચાલકો નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ તથા ગુજરાતમાં પણ હવે આ વિરોધ આંદોલન ઉગ્ર બની રહ્યું છે. સુરતમાં ડુમસ મગદલ્લા રોડ પર સુરત નગરપાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરોએ બસને અટકાવી હતી અને બસ પર પથ્થરમારો કર્યો હતો. સિટી બસ પર થયેલા પથ્થરમારાની જાણ પોલીસ (Surat Police) કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક પોલીસની PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ સિટી બસ પર પથ્થરમારો રોકવા આવેલા પોલીસકર્મી પર પણ હુમલો કર્યો હતો.

- Advertisement -

પોલીસકર્મી પર થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ઉગ્ર બનેલા ડ્રાઈવરો પોલીસકર્મીને ઘેરી લે છે અને માર મારે છે. પોલીસકર્મી ડ્રાઈવરોથી બચવા ભાગે છે તો પણ તેનો પીછો કરે છે. પોલીસકર્મી કોઈ ગાડીમાં બેસી જાય છે તો ગાડીમાંથી ઉતારીને પોલીસકર્મીને માર મારે છે. હવે કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કેસમાં કરેલી જોગવાઈ કેટલે અંશે વ્યાજબી છે તે ચર્ચાનો વિષય હોઈ શકે પણ પોલીસકર્મી પર આ રીતે હુમલો કરવો કેટલે અંશે વ્યાજવી ગણાય?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular