Saturday, August 15, 2026
HomeGujaratAhmedabadVideo: કમોસમી વરસાદના કારણે અમદાવાદના એક લગ્નમાં લોકો થાળી લઈને ભાગતા જોવા...

Video: કમોસમી વરસાદના કારણે અમદાવાદના એક લગ્નમાં લોકો થાળી લઈને ભાગતા જોવા મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ આવતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ(Unseasonal rain) જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદને લઈને એક તરફ ખેડૂતોમાં ચિંતા દેખાઈ રહી છે તો બીજી તરફ ઘણી જગ્યાએ લગ્ન પણ છે, વરસાદના કારણે લગ્ન પ્રસંગોમાં પણ ખલેલ પહોંચી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી હતી, ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ અને વડોદરા જિલ્લાના ઘણા વિસ્તારોમાં આ આગાહી સાચી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા જોવા મળી રહી છે.

- Advertisement -

ગુજરાતમાં અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે, જેને કારણે અલગ અલગ જગ્યાઓએ હજારો લગ્ન છે. આવામાં આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક લગ્ન દરમિયાન જમણવાર ચાલી રહ્યો છે અને અચાનક વરસાદ આવી જતાં લોકો જમવાની થાળીઓ લઈને ભાગતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો અમદાવાદનાં એક લગ્ન સમારોહનો હોવાનું માનવમાં આવી રહ્યું છે. આમ આ કમોસમી વરસાદના કારણે લગ્નમાં પણ લોકો હેરાન થઈ રહ્યા છે અને ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular