તુષાર ચૌહાણ (નવજીવન ન્યુઝ, રાજકોટ) : છેલ્લા 5 દિવસથી સતત રાજકોટ (Rajkot) ખાતે આવેલી PGVCLની કચેરી બહાર ભરતી માટે ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ધરણા કરી રહેલા ઉમેદવારોની માગણી છે કે વેઈટીંગ લીસ્ટ પ્રમાણે તેમની ભરતી કરવામાં આવે. પરંતુ આજ સુધી તેમની માગણી સ્વિકારવામાં નથી આવી અને ઉમેદવારો પણ મોરચો છોડવા તૈયાર નથી. ત્યારે આજરોજ ધરણા કરી રહેલા ઉમેદવારોની પોલીસ (Rajkot Police) દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.
રાજકોટ ખાતે PGVCL કચેરી બહાર વિદ્યુતસહાયકની ભરતીની પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારો ધરણા આપી રહ્યા છે. યુવાનો રાત-દિવસ કચેરી બહાર ધરણા કરી પ્રતિક્ષા યાદીથી ભરતી કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. આ મામલે ઉમેદવારોના સમર્થનમાં યુવરાજસિંહ જાડેજા અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI પણ સમર્થનમાં આવી હતી. દરમિયાન પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ઉમેદવારો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ નહીં મળતા નારાજ યુવાનોએ માગણી નહીં સ્વિકારવમાં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે તેવી જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ યુવાનોની અટકાયત માટે રાજકોટ શહેર પોલીસ પહોંચી હતી. જેના પગલે પોલીસ અને યુવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી અને ઘર્ષણના દૃષ્યો જોવા મળ્યા હતા. ઉમેદવારોનું કહેવું હતું કે ‘અમે શાંતિ પૂર્વક ધરણા કરી રહ્યા છીએ ત્યારે પોલીસ અમારી અટકાયત કરી રહી છે. પરંતુ અમે ડરવાના નથી અને અમારું આંદોલન અટકવાનું નથી અમે આંદોલન ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે.’
આમ GSO-4 મુજબ ભરતી કરવાની માગણીને લઈ 300 જેટલા યુવાનો ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આજરોજ યુવાનોની પોલીસે અટકાયત કરતા આ મામલે રાજકારણ ગરમાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796