Thursday, April 16, 2026
HomeGujaratVadodaraVadodara : NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ટક્કર મારતા 1નું...

Vadodara : NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ટક્કર મારતા 1નું મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 (Mumbai Ahmedabad National Highway 48) સુંદરપુરા પાસે રોંગ સાઈડમાં આવેલી કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત (Death in road accident) થયું છે. બાઈક પર સવાર એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તેમને સયાજી હૉસ્પિટલ (Sayaji Hospital Vadodara) ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની વચ્ચે એમ્બ્યુલન્સ મોડી પહોંચી હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.

આજે સવારે અંબા ચોકડીથી આગળ GEB કટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલર ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ સીધા ગાડી સાથે અથડાયા હતા. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર મોત થયું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કર્યા હતા. ઘટનાની જાણ થતાં કપુરાઇ પોલીસ (Kapurai Police) ઘટના સ્થળ પર દોડી આવી હતી. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે એક કલાક સુધી ચક્કા જામ કરી દીધો હતો. સ્થાનિકોની રજૂઆત છે કે, સુંદરપુરા પાટિયા પાસે રોડ પર ક્યાંય ‘કટ’ (U Turn) નથી. આ કટ ન હોવાને કારણે વાહનોએ ફરજિયાત રોંગ સાઈડમાં આવવું પડે છે. રજૂઆતના પગલે તંત્રએ ઘટતું કરવાની ખાતરી આપી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular