Tuesday, June 23, 2026
HomeGujaratSuratગૃહ રાજ્યમંત્રીના હોમટાઉનમાં જ મહિલાઓ અને બાળકીઓ અસુરક્ષિત: MLA ચૈતર વસાવા

ગૃહ રાજ્યમંત્રીના હોમટાઉનમાં જ મહિલાઓ અને બાળકીઓ અસુરક્ષિત: MLA ચૈતર વસાવા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: થોડા દિવસ પહેલા સુરતના (Surat) ઈચ્છાપોર વિસ્તારમાં આદિવાસી શ્રમિકની બાળકીને એક નરાધમે દુષ્કર્મ આચરી રાત્રિ દરમિયાન હવસનો શિકાર બનાવી હતી. હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ નરાધમની ધરપકડ કરી હતી. આદિવાસી સમાજની બાળકી પર દુષ્કર્મની ઘટના પગલે સમાજમાં ઘેરાપ્રત્યઘાત પડ્યા છે. ઠેર-ઠેર વિરોધ સાથે આરોપીને ફાંસીની સજા આપવામાં આવી તેવી માગ ઉઠી છે. ત્યારે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) દુષ્કર્મના ભોગ બનેલી બાળકીને મળવા સુરતની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીના હોમટાઉનની જ કાયદા વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી છે. અવાર-નવાર આદિવાસી સમાજની દિકરી દુષ્કર્મનો ભોગ બની રહી છે.

ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ બાળકીના ખબર અંતર પૂછવા માટે સુરતની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ મિડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બાળકીની હાલત પહેલા ગંભીર હતી હાલ સુધારા પર છે. જે માટે ડૉકટર અને તેમની ટીમને અભિનંદન પાઠવુ છે. આદિવાસી બાળકીઓ પર દુષ્કર્મની આ કોઈ પહેલી ઘટના નથી. આવી સુરતમાં અવાર-નવાર ઘટના ઘટે છે, પરંતુ જે ઘટનાઓ બહાર આવે છે એમની એક આ ઘટના છે. હાલ આ ઘટનાથી હું ખૂબ દુ:ખી છું. સરકાર મહિલાઓના સન્માનની વાત કરે છે, મહિલાની સલામતીની વાત કરે છે પણ વાસ્તાવિક્તા તદ્દન જુદી છે. જે શહેરમાંથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આવે છે તેમના હોમટાઉન આવી હાલત છે, તો ગુજરાતની પરિસ્થિત કેવી હશે તે આ ઘટના પરથી અંદાજો લગાવી શકાય છે. આ દુષ્કર્મની ઘટનાના આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારે સરકાર પ્રયાસ કરે તેમજ આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ઝડપથી પરિવારજનોને ન્યાય મળે તેવી સરકાર સમક્ષ માગણી કરું છું.

- Advertisement -

આ ઘટના બાદ આદિવાસી સમાજના કેટલીક યુવક-યુવતીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. તેમજ આગામી સમયમાં આ પ્રકારની ઘટના અટકે તે માટે લોકો સરકાર પાસે બાંયધરી માગી છે અને આરોપીને એવી આકરી સજા આપવામાં આવે જેને કારણે અન્ય કોઈ નરાધમ આ પ્રકારના વિચાર કરતાં જ ધ્રૂજી જાય તે પ્રકારની માગ કરી છે. થોડા દિવસ પહેલા દાહોદ, છોટાઉદેપુર, સુરત જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular