Sunday, August 2, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં 600 ગ્રામ સોનું લૂંટનારી ટોળકીના બે સાગરીતો પકડાયા, બે પોલીસવાળા અને...

અમદાવાદમાં 600 ગ્રામ સોનું લૂંટનારી ટોળકીના બે સાગરીતો પકડાયા, બે પોલીસવાળા અને એક પોલીસવાળીનો ઘરવાળો ફરાર

- Advertisement -

Ahmedabad Airport Gold Robbery Policemen Mastermind : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી (SVPI Airport gold smuggling) થવાના અવાર નવાર સમાચારો આવતા રહે છે, પરંતુ આ વખતે દાણચોરીના સોનાની લૂંટમાં પોલીસની સંડોવણીનો ચકચારી કેસ સામે આવ્યો છે. ભૂતકાળમાં ATS Gujarat ના નામે પણ દાણચોરીના સોનાની લૂંટ થઈ હોવાની ઘટના (Looting of smuggled gold) બની ચૂકી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) ની હદમાં સોનાની લૂંટ થવાના મામલામાં બે વધુ આરોપીઓની ધરપકડ થઈ છે. અગાઉ અમદાવાદમાં રહેતી એક મહિલાની પણ આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં સામેલ બે પોલીસવાળા અને એક પોલીસવાળીનો ઘરવાળો એક મહિનાથી ધરપકડ ટાળવા ભૂર્ગભમાં ઉતરી ગયા છે.

ગત 27 જૂનના રોજ અનવર નામનો એક કેરિયર દુબઈથી 64 લાખની કિંમતનું 600 ગ્રામ સોનું લઈ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. આસાનીથી સોના સાથે એરપોર્ટની બહાર નીકળી સોનું ઉત્તરપ્રદેશ પહોંચાડવા રિસીવર હારીશ અને ઔવેશ નામના બે યુવકોને સોંપ્યું હતું. આ સમયે એક મહિલા સહિતની ટોળકીએ પીછો કરી બોલેરોમાં બેસાડી પોલીસ તરીકેની ઓળખ આપી દાણચોરીથી લવાયેલું સોનું લૂંટી લીધું હતું. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલામાં Ahmedabad Crime Branch એ બે સપ્તાહ અગાઉ અમરાઈવાડીની પારૂલ મિસ્ત્રીને પકડી એરપોર્ટ પોલીસને સોંપી હતી. વધુ તપાસમાં લૂંટ માટે બોલેરોની વ્યવસ્થા કરનારા ડાંગ પોલીસ (Dang Police) ના કૃપારાવ દેવૈયા અને નટવરલાલ ભોજાભાઈ પરમારને કર્ણાટકથી પોલીસે પકડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં K Company માં નોકરી કરતા મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ અને મુકેશ શ્યામરાવ કુવર તેમજ મુખ્તીયાર અહમદ તલાટ (મહિલા પોલીસ કર્મચારીનો પતિ) લૂંટ કેસના માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular