Friday, April 17, 2026
HomeGujaratકડી ચબુતરા ચોકમાં ગંદકીથી સ્થાનીકો ત્રાહીમામ, રસ્તામાં વારંવાર ઊભરાતી ગટરથી રહીશો કંટાળ્યા

કડી ચબુતરા ચોકમાં ગંદકીથી સ્થાનીકો ત્રાહીમામ, રસ્તામાં વારંવાર ઊભરાતી ગટરથી રહીશો કંટાળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કડી: કેન્દ્વ સરકાર સ્વસ્છ ભારત અભિયાન થકી દેશને ગંદકી મુક્ત કરવાના સતત પ્રયાસો કરી રહી છે અને તે માટે દરેક રાજ્યોને કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે. જેથી ગંદકી મુક્ત ભારત અને ગુજરાત થવાથી લોકો બિમારીથી બચી તંદુરસ્ત જીવનજીવી શકે. તેમ છતાં મહેસાણાના (Mehsana) કડીમાં (Kadi) સૌથી જૂની ગાયકવાડના સમયથી બનેલી ઐતિહાસીક લાય્રબેરીની આસપાસ ગંદકીથી થયેલી દુર્દશા જોતા પુસ્તકપ્રેમી વિચલીત છે. સાથે પેઢી દર પેઢી જુના કડીનું હદય ચબુતરા ચોકની આસપાસ રહેતા લોકોના ઘરો પાસે થતી ગંદકીથી (filth) લોકો ત્રાહીમામ પોકારી ચુક્યા છે. મુખ્ય રસ્તામાં છેલ્લા કેટલાક દિવસથી વારંવાર ગટરની કુંડીઓ ઊભરાતાં ગંદું પાણી રોડ ઉપર આવી જતાં રહીશોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે. પાલિકામાં રજૂઆત થાય ત્યારે સફાઇ થયા પછી ફરી ગટરો ઉભરાવવાની સમસ્યા યથાવત રહેતી હોવાના કારણે રોષે ભરાયેલા રહીશો આ સમસ્યાનો કાયમી હલ લાવવા માગ કરી રહ્યા છે.

Kadi Sawage
Kadi Sawage

મળતી વિગતો અનુસાર, કડીના ચબુતરા ચોક પાસે આવેલી ગાયકવાડના સમયના બનેલી લાયબ્રેરી જે 105 વર્ષથી પણ જુની હોવાની વાત છે. કડીનું એક સમયનું મુખ્ય બજાર આ ચબુતરા ચોક હતું, જ્યા આસપાસના ગામોમાંથી અંસખ્ય લોકો ખરીદી કરવા આવતા હતા. જે આજે એક ઈતિહાસ બની ગયો છે. લાયબ્રેરી બહાર તો નગરપાલીકાના યોગ્ય આયોજનનાં અભાવે ગંદકીના ઢગલા જોવા મળે છે. તેમજ મુખ્ય રસ્તા પર ગરરોમાં ઉભરતા ગંદા પાણીના કારણે ત્યાંથી અવર-જવર કરનારા અને આસપાસ રહેનારા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગટર લાઇનની સફાઇના અભાવે વારંવાર ગટર ઉભરાતાં સ્થાનિકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગટરનું પાણી રસ્તામાં આવવાની પાલિકાને લોકો જાણ કરે છે, ત્યારે આ વિસ્તારમાં ચોકપ થયેલી કુંડીને જેટિંગ મશીનથી સફાઇ કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ સ્થિતિ હતી એ જ થઈ જાય છે.

- Advertisement -

આ બાબતે સ્થાનીક રહેવાસી શબ્બીર મનસુરીએ કડી નગરપાલીકા પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ચબુતરા ચોકમાં છેલ્લા ચાર મહીનાથી ગંદકીનું સામ્રાજ્ય ઊભુ થયું છે. નગરપાલીકા તંત્ર હજી સુધી જોવા પણ નથી આવતું, હવે ત્યાં ભરાતા ગદા પાણીમાં ડેન્ગુંના મચ્છરો પણ જોવા મળી રહ્યા છે. સાથે લાયબ્રેરીના બહારના ભાગે ખૂબ જ ગંદકી અને કચરાના ઢગલા હોવાથી હવે અહિયાં કોઈ વાંચવા પણ આવતા નથી.

ઈનપુટ: તોફિક ઘાંચી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular