નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસાના (Modasa) માલપુર રોડ પર આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના સામે આવી છે. ન્યૂ ફોર સ્કવેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે એક શ્રમિકો કામ કરી રહ્યો હતો, તે દરમિયાન શ્રમિકની પાલખ તૂટી પડતા અન્ય બે શ્રમિકો પર પડી હતી. જેમાં એક શ્રમિકોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું અને બીજા એક શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના મજૂરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને શ્રમિકો મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી બિલ્ડર સામે મનુષ્ય વધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી મુજબ, મોડાસના માલપુર રોડ પર બનેલી ફોર ન્યૂ સ્કવેર નામની નિર્માણાધીન બિલ્ડિંગની ટોપ પર ડિઝાઈનિંગનું કામ ચાલી રહ્યું હતું, સવારે 10 વાગ્યાના સમયે એક મજૂર બિલ્ડિંગના ત્રીજા માળે ડિઝાઈનિંગનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન શ્રમિક જે પાલખ પર ઊભો રહીને કામ કરી રહ્યો હતો તે તૂટી પડતા નીચે કામ કરી રહેલા બે જેટલા શ્રમિકો પર પડી હતી. જેના કારણે એકનું ઘટનાસ્થળે ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ધડાકાભેર આવાજ આવતા અન્ય મજૂરો સહિત રોડ પાસેથી પસાર થતા લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એબ્યુલેન્સને જાણ કરી એક ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દુર્ઘટનાને લઈ લોકોએ પોલીસને જાણ કરતા મોડાસ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મૃતક યુવક મોડાસનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
હાલ ઈજાગ્રસ્ત યુવકની તબિયત ખૂબ જ ગંભીર છે. આ મામલે પોલીસે બિલ્ડિંગ કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ બિલ્ડર સામે મનુષ્ય વધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








