Monday, August 3, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCનો વધુ એક દરોડો, અઢી...

અમદાવાદના મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCનો વધુ એક દરોડો, અઢી વર્ષ અગાઉ ED એ સર્ચ કર્યું હતું

- Advertisement -

SMC raids at Manpasand Gymkhana : અમદાવાદ શહેરમાં છુટાછવાયા અનેક જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે, પરંતુ દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાના (Manpasand Gymkhana Ahmedabad) માં લગભગ બારેમાસ જુગારનો અડ્ડો ધમધમે છે. મનપસંદ જીમખાના ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અનેક વખત દરોડા પડ્યા હોવા છતાં તે બંધ થતી નથી. દરિયાપુર તંબુ પોલીસ ચોકીથી થોડાક ડગલાં નજીક આવેલા મનપસંદ જીમખાનાના સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા (Govind Patel alias Gama) ને સ્થાનિક પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના છુપા આર્શીવાદ છે. ઘણા લાંબા સમય બાદ ફરી એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર ત્રાટકી છે. પોણા બસ્સો જેટલા જુગારીયાઓ ઝડપાતા દરિયાપુર પોલીસ ફરી એક વખત મોટા વિવાદમાં આવી છે. અત્રે નોંધનીય છે કે, મનપસંદ જીમખાના ખાતે જાન્યુઆરી-2024માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પણ ત્રાટકી (ED Team searches at Manpasand Gymkhana) ચૂકી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ ભૂતકાળમાં પણ મનપસંદ જીમખાના પર દરોડા પાડી ચૂક્યો છે. આ વખતે પણ દર વખતની જેમ સંખ્યાબંધ જુગારીયાઓ પકડાયા છે, પરંતુ આરોપીઓની સંખ્યા અનુસાર મોટી રોકડ રકમ SMCને હાથ લાગી નથી. રાતથી ચાલી રહેલી દરોડા અને સર્ચની કામગીરી બપોરના બે વાગ્યા સુધી પૂર્ણ નહીં છતાં ચર્ચાઓ શરૂ થઈ છે. રેડ પડતાની સાથે SMC ડીઆઈજી વિશાલ વાઘેલા (Vishal Vaghela) અને એસપી મયૂર ચાવડા (Mayur Chavda) સ્થળ પર દોડી આવ્યા હતા. 175થી વધુ જુગારીયાઓ અને સંચાલક ગોંવિદ પટેલ ઉર્ફે ગામો હાથ લાગ્યો છે, પરંતુ બેંક (ટોકનની અવેજમાં એકઠી કરાયેલી રોકડ રકમ) હાથ લાગી શકી નથી.

- Advertisement -

મનપસંદ જીમખાનામાં એક સમયે કબૂતરબાજ બોબી પટેલ (Bobby Patel) અને પંકજ ખત્રી ઉર્ફે મુન્નો (Pankaj Khatri alias Munno) ગોવિંદ પટેલ ઉર્ફે ગામાના ભાગીદાર હતા. કબૂતરબાજીના કેસમાં મોટાપાયે થયેલા બે નંબરી આર્થિક વ્યવહારોનો રિપોર્ટ સ્ટેટ મોનિટરિંગ સેલે ED ને કર્યો હતો. જે અનુસંધાને PMLA (Prevention of Money Laundering Act) હેઠળ જાન્યુઆરી-2024માં મનપસંદ જીમખાના, અમદાવાદના જુદાજુદા સ્થળો, દિલ્હી, સુરત અને મહેસાણામાં ઈડીના દરોડા પડ્યા હતા. ઈડીના સર્ચ દરમિયાન 1.50 કરોડ રૂપિયા જેટલી રોકડ, 21 લાખના મૂલ્યનું વિદેશી નાણુ અને કેટલાંક દસ્તાવેજો હાથ લાગ્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular