Monday, September 9, 2024
HomeGujaratઆપણને બહુ મોડે સમજાયુ કે આપણને મંદિર અને મસ્જીદ કરતા હોસ્પિટલની વધારે...

આપણને બહુ મોડે સમજાયુ કે આપણને મંદિર અને મસ્જીદ કરતા હોસ્પિટલની વધારે જરૂર છે, સરખેજના શ્રેષ્ઠીઓએ આવુ કામ કર્યુ.

- Advertisement -

કોરાનાકાળમાં આપણે જોયુ તમામ સરકારી સાધનો ટાંચા પડયા, સરકારી હોસ્પિટલો ભરાઈ ગઈ, અને સારવાર ઓકસીઝન માટે લોકો વલખા મારવા લાગ્યા, પણ રાજયના અનેક વિસ્તારોમાં શખાવત કરનારાઓ બહાર આવ્યા, અને તેમણે સરકાર પાસે અપેક્ષા રાખ્યા વગર લોકોને કેવી રીતે બચાવી શકાય તેની કવાયત શરૂ કરી, અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ જેવા શહેરમાં તો સમખાવા પુરતી પણ વ્યવસ્થા હતી, પરંતુ ગ્રામીણ વિસ્તારની સ્થિતિ તો દારૂણ છે, અમદાવાદને અડીને આવેલા સરખેજ ગામમાં પણ કઈક આવુ જ બન્યુ, લોકો ડરી ગયા હતા અને સારવાર માટે કયાં જવુ તેની ખબર પડતી ન્હોતી. આ વખતે સરખેજના આગેવાન કમલેશ ત્રીપાઠીએ બીડુ ઝડપ્યુ અને પોતાના સાથી મિત્રો સાથે મળી સરખેજમાં 20 બેડનું ઓકસીઝન સાથેનું કોવીડ સેન્ટર શરૂ કર્યુ.




સરખેજ અમદાવાદને અડીને આવેલુ ગામ છે, જેના કારણે આસપાસના ગામના લોકોને પણ સારવારનો પ્રશ્ન હતો, સરખેજના કમલેશ શ્રીપાઠીએ સરખેજમાં આવેલો મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનો હોલ મેળવવા પ્રમુખનો સંપર્ક કર્યો, એસી હોલ વિના મુલ્ય આપવા પ્રમુખે તૈયારી બતાડી, સૌથી મોટો પ્રશ્ન ઓકસીઝનનો હતો, પરંતુ ગામના હિતુભાઈ કલથીયાએ એક જ દિવસમાં સેન્ટ્રલાઈઝ ઓકસીઝનની વ્યવસ્થા ઉભી કરી , સાથે જયારે જરૂર પડે રીફીલીંગની પણ વ્યવસ્થા કરી તેની સાથે હિતુભાઈએ 24 કલાક માટે એમ્બુલન્સની વ્યવસ્થા પણ કરી આપી, કોવીડ સેન્ટર માટે ડૉકટર અને પેરા મેડીકલ સ્ટાફની જરૂર હતી, પણ સરખેજની નવજીવન હોસ્પિટલે તેની વ્યવસ્થા પણ કરી આપી, આમ 20 બેડના ઓકસીઝન સાથેના કોવીડ સેન્ટરની શરૂઆત જયાં ડૉકટર અને પેરા મેડીકલ સ્ટાફ પણ હતો.

- Advertisement -





આમ છતાં કોઈ દર્દીને કોવીડ સેન્ટરમાંથી વધુ સારવારની જરૂર પડે તેવી સ્થિતિ માટે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા કોર્પોરેશન સાથે સંકલનની જવાબદારી ઉપાડી લીધી, આ કોવીડ સેન્ટરમાં કોઈ પણ જાતના નાત-જાત અને ધર્મ જોયા વગર તમામ પ્રકારની સારવાર અને દવા મફત આપવામાં આવે છે, આપણને બહુ મોડે સમજાયુ કે આપણને મંદિર અને મસ્જીદ કરતા વધારે જરૂર માણસને જીવાડનાર હોસ્પિટલની જરૂર છે કારણ બંદગી અને પ્રાર્થના તો ઘરે કરી લઈશુ પણ માણસ જીવાડવા આપણે હોસ્પિટલની જરૂર વધારે છે..

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular