Wednesday, December 11, 2024
HomeGujaratતેનું નામ દિપક, આમ તો તેનું કામ પત્રકારનું પણ તેણે આ રીતે...

તેનું નામ દિપક, આમ તો તેનું કામ પત્રકારનું પણ તેણે આ રીતે માણસ બચાવવાનું કામ કર્યુ

- Advertisement -

આપણે ત્યાં સામાન્ય રીતે અખબાર અને ટીવીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અંગે કઈ લખાતુ નથી, જો કે બીજી તરફ બહુ ઓછા પત્રકારો પોતાની રોજ-બરોજની જીંદગી કરતા કઈક અલગ કામ કરે છે,આમ તો મોટા ભાગના પત્રકારો માને છે કે તેનું કામ સરકાર અને તંત્રની ટીકા કરી પોતાની ફરજ પુરી કરવાની, પત્રકાર કામનું કામ તંત્રની ભુલ તરફ ધ્યાન દોરવાનું હોવા છતાં તેના વ્યાપક સંપર્કો કઈ રીતે સામાન્ય માણસની જીંદગી બચાવી શકે તેનું ઉદાહરણ અમદાવાદમાં વી ટીવીમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા પત્રકાર દિપક સોંલકીએ પુરૂ પાડયુ છે.

દિપક સોંલકી મુળ અમદાવાદનો વતની અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે, હજી પત્રકારત્વમાં તેને છ વર્ષ જ થયા છે, તે ટેલીઝનનો પત્રકાર છે, તે કેમેરા સાથે બરાડા પાડતો નથી, અને બુમો પાડી તે લોકોને પ્રભાવીત કરવાનો પ્રયત્ન કરતો નથી, તે પત્રકાર છે તેના મનમાં તંત્રની ચુક સામે ગુસ્સો પણ છે અને લોકોની વેદનાની તે અનુભુતી કરે છે. ગયા વર્ષે દિપકના પિતા માર્ચ મહિનામાં અચાનક બીમાર પડયા, તે પિતાને લઈ અમદાવાદની SVP હોસ્પિટલ પહોંચ્યો પણ બે દિવસમાં પિતાનું અવસાન થયુ, દિપકે ત્યારે હોસ્પિટલ અને ત્યાં આવતા લોકોની સ્થિતિને જોઈ તેણે મનોમન નક્કી કર્યુ કે વિપરીત સ્થિતિમાં આવેલા લોકોને તે મદદ કરશે.

- Advertisement -




ગત માર્ચ પછી દિપકે પત્રકાર તરીકે તો પોતાનું કામ કરવાનું હતું, તે પત્રકાર તરીકે તંત્રની ચુક વખતે તેમના કાન પકડતો અને સારૂ થાય ત્યારે પીઠ પણ થાબડતો હતો, પણ પોતાના કામની વચ્ચે એક માણસ જીવતો હતો, જેણે લોકોને જીવવાડવાની જવાબદારી ઉપાડી હતી, દિપક કોર્પોોરેશનન અને હોસ્પિટલ રીપોર્ટીંગ કરતો હોવાને કારણે તેના સંપર્કો હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે હતા, દિપકને સમજાયુ કે માણસ ગરીબ હોય કે શ્રીમંત અત્યારે બધાને હોસ્પિટલમાં સારવાર મળે તે જરૂરી છે, બીજી તરફ પત્રકારો અને પત્રકારનો પરિવાર પણ સંક્રમીત થઈ રહ્યો હતો.

- Advertisement -

દિપકે પહેલા જેમના પરિચયમાં હતો તેમને હોસ્પિટલ સહિતની જે મદદ કરવાની જરૂર હોય તે કરવાની શરૂઆત કરી, અહિયા કોઈ રીપોર્ટીંગની વાત ન્હોતી, દિપકે પત્રકાર તરીકે પોતાના સંપર્કોનો ઉપયોગ લોકોને મદદ કરવા માટે શરુ કર્યો પછી તો અપરિચીતોના ફોન શરૂ થયા, દિપકે ફોન કરનાર કોણ છે તે પુછયા વગર પોતાના પ્રયત્ન કામે લગાડયા, દિપકે સમયની પરવા કરી નહીં કયારેક રાતે એક વાગે તો કયારેક રાતના ત્રણ વાગે ફોન આવે કારણ તકલીફ સમય જોઈ આવતી નથી, ફોન આવે એટલે એટલે દિપક કામે લાગી જાય, દિપક સોંલકીએ એક વર્ષ દરમિયાન 400 કરતા વધુ સંક્રમીતો હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, અહિયા માત્ર દિપક હતો કે રીપોર્ટર દિપક નહીં , હા તેના સંપર્ક અને સંબંધો ચોક્કસ કામે લાગ્યા પણ તેનો હેતુ માણસ બચાવવાનો હતો આ ઉપરાંત આપણને ભલે નાની મદદ લાગતી હોય પણ સંક્રમીત દર્દીના પરિવાર માટે ઘણી મોટી મદદ હતી તેવી હજારો લોકોને મદદ કરી છે.



દિપક સોંલકીએ જે કામ કર્યુ તેની નોંધ કોઈ લે કે નહીં પણ કુદરતના દરબારમાં તે મારા અને તમારા કરતા આગળ છે, મેં જયારે તેના અંગે લખવા માટે ફોન કર્યો ત્યારે તે સંકોચમાં આવી ગયો તેણે મને કહ્યુ મેં જે કર્યુ તે મારા માટે છે, પ્લીઝ ના લખશો, મેં કહ્યુ એક દિપકથી સમસ્યા ઘટશે નહીં અમારે ઘણા દિપકની જરૂર છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular