Monday, June 8, 2026
HomeInternationalIsrael and Iran War : ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ, હોર્મુઝમાં ફસાયેલા 24...

Israel and Iran War : ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ, હોર્મુઝમાં ફસાયેલા 24 ભારતીયોની બચાવ કામગીરી ચાલુ

- Advertisement -

War between Israel and Iran again : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. ગત એપ્રિલ મહિનામાં યુદ્ધ વિરામ પછી ઈરાને પ્રથમ વખત ઈઝરાયલ પર મિસાઈલ વડે હુમલો કર્યો (Iran attacked Israel with missiles) છે. ઈઝરાયલે વળતા જવાબમાં સોમવારે સવારે પશ્ચિમ અને મધ્ય ઈરાનમાં લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો છે. તહેરાન, તબ્રીઝ અને ઇસ્ફહાનમાં વિસ્ફોટ થયાના અહેવાલ મળ્યા છે. તહેરાન અને કરમાનશાહ એરપોર્ટની તમામ ફલાઈટ રદ્દ (All flights canceled) કરી દેવામાં આવી છે.

ઈરાની સૈન્યએ જણાવ્યું છે કે, ઈઝરાયલ સામે તેની લશ્કરી કાર્યવાહી હાલમાં પૂર્ણ થઈ ગઈ છે. ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ઈઝરાયલ ફરીથી લેબનોન પર હુમલો કરશે, તો ઈરાન વધુ મજબૂત જવાબ આપશે. ઈરાને બે મહિના પછી રવિવારે રાત્રે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ કહ્યું હતું કે, આ કાર્યવાહી લેબનોનમાં હિઝબુલ્લાહ પર ઈઝરાયલી હુમલાના જવાબમાં કરવામાં આવી છે.

- Advertisement -

ઈરાની હુમલા વચ્ચે ભારતીય નૌકાદળ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz Indian Navy) માં ઓમાન કિનારા નજીક એક જહાજ પર ફસાયેલા 24 ભારતીયો માટે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. ભારતીય ખલાસીઓના સંગઠન, ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયાએ આ ખલાસીઓ વિશે માહિતી પૂરી પાડી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular