Monday, June 8, 2026
HomeGujaratSuratSurat : પત્નીની છેડતી કરનારના માથામાં પથ્થરના ત્રણ ઘા મારી પતાવી દીધો

Surat : પત્નીની છેડતી કરનારના માથામાં પથ્થરના ત્રણ ઘા મારી પતાવી દીધો

- Advertisement -

Wife molested killed in Surat : સુરત શહેરમાં વધુ એક હત્યા થઈ છે. પત્નીની છેડતી કરનારા પતિએ એક યુવકના માથામાં પથ્થરના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દઈ હત્યા કરી છે. આ મામલે અલથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ ક્રાઈમ બ્રાંચે ફરાર આરોપીની ધરપકડ કરી અલથાણા પોલીસને સોંપી દીધો છે. અત્રે નોંધનીય છે કે, સુરત શહેરમાં પાંચ મહિનાના ગાળામાં 50 હત્યા (50 murders in five months in Surat city) થઈ ચૂકી છે.

સુરતના પાંડેસરામાં રહેતા રાહુલ રાજપૂતની રિક્ષામાં દોઢ વર્ષ અગાઉ એક મહિલા બેઠી હતી. ત્યારથી રાહુલની દાનત મહિલા પર બગડી હતી અને તે સતત મહિલાની છેડતી કરતો હતો. રવિવારે સાંજે મહિલા કામ પરથી પરત ફરી રહી હતી ત્યારે રાહુલે તેણીની છેડતી કરી બળજબરી કરી હતી. આ વાતની જાણ મહિલાએ તેના પતિને કરતા તે સ્થળ પર દોડી આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન મહિલાના પતિએ સ્થળ પર પડેલા પથ્થરો ઉઠાવીને રાહુલના માથામાં એક બાદ એક એમ ત્રણ ઘા ફટકારતા રાહુલનું મોત નિપજ્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular