Thursday, June 4, 2026
HomeGujaratSuratસુરત રેલવે સ્ટેશન પર મોતના મુખમાંથી યુવકને બચાવતા આરપીએફ જવાનનો વિડીયો વાયરલ

સુરત રેલવે સ્ટેશન પર મોતના મુખમાંથી યુવકને બચાવતા આરપીએફ જવાનનો વિડીયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat railway station) પરથી એક હચમચાવી દે તેવી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે, એક મુસાફર ટ્રેનમાં ચઢવા જઈ રહ્યો હતો દરમિયાન તેને પગ લપસી ગયો અને ફસાડાઈ પડતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો. અકસ્માતની આ ઘટના જોતા જ ફસાયેલા મુસાફરને બચાવવા માટે હાજર આરપીએફ જવાન સંદીપે દોટ મુકી હતી. સંદીપની કુનેહને પગલે મુસાફરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

ઘટનાની વિગત એવી મળી રહી છે કે, ગતરોજ શુક્રવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી અમદાવાદ તરફ જતી ટ્રેન ઉપડતા એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન મુસાફરનો પગ લપસી જતા ફસડાઈ પડ્યો હતો. ફસડાઈ ગયેલો મુસાફર ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેના ભાગમાં ફસાઈ ગયો હતો. આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા જ્યારે સીસીટીવી કેમેરામાં કેદ વીડિયો સામે આવ્યો હતો.

- Advertisement -
Surat Local News
સુરત રેલવે સ્ટેશન પર મોતના મુખમાંથી યુવકને બચાવતા આરપીએફ જવાન

પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયેલા મુસાફરને બચાવવા માટે ધ્યાન પડતાની સાતે હાજર આરપીએફનો જવાન દોડી ગયો હતો. જવાને ટ્રેન સાથે ઢસડાઈ રહેલા મુસાફરને બચાવવા માટે પ્રયાસો શરૂ કરતા આસપાસ રહેલા લોકો પણ દોડી આવ્યા હતા. મુસાફર યુવકને બચાવવા માટે લોકોએ પણ જવાનને સહયોગ આપવાનું શરૂ કર્યું હતું. મહામહેનતે યુવકને બચાવાવમાં સફળતા મળી હતી અને યુવક હેમખેમ મોતના મુખમાંથી પરત ફર્યો હતો.

મુશ્કેલીમાં મુકાયેલો પ્રવાસી યુવક જીવતો હેમખેમ બચી જતા તેણે જવાન સંદીપનો આભાર માન્યો હતો. સાથે જ હાજર સૌ કોઈ લોકોએ પણ આરપીએફ જવાનની સતર્કતા અને તુરંત કાર્યવાહીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર સૌ આરપીએફ જવાનની કાર્યવાહીના વખાણ કરતા જોવા મળ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular