Thursday, June 4, 2026
HomeGujaratSuratઅલ્પેશ કથિરીયાએ ભાજપમાં થોડાક માટે કામ અટકે તો શું કરવાનું કહ્યું જૂઓ

અલ્પેશ કથિરીયાએ ભાજપમાં થોડાક માટે કામ અટકે તો શું કરવાનું કહ્યું જૂઓ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માં ભાજપે 156 બેઠકો પર વિજય મેળવી છે. ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના માત્ર 5 ઉમેદવારો ચૂંટાઈ ધારાસભ્ય બનવામાં સફળ રહ્યાં છે. એવામાં પાટીદાર આંદોલનથી નેતા બનેલા અને બાદમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા અલ્પેશ કથિરીયા (Alpesh Kathiriya)નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અલ્પેશ કથિરીયા દ્વારા એક બેઠકમાં ભાષણ દરમિયાન ચૂંટણીમાં હાર્યા બાદ પણ જનતાના પ્રશ્નોનું નિરાકણ લાવવાની વાત કરી હતી. દરમિયાન તેમણે કહ્યું કે ભાજપમાં તમારા કામ 70 દિવસે પણ ન થાય તો મને યાદ કરજો 7 દિવસમાં પરિણામ આપીશ.

મળતી માહિતી મુજબ સુરતની વરાછા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી હારેલા અલ્પેશ કથિરીયાનો એક વિડીયો Alpesh Kathiriya Video Viral સામે આવ્યો છે. આ વિડીયોમાં તેમણે જનતાના પ્રશ્નોને દૂર કરવાની જવાબદારી અંગે વાત કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે, ભાજપના કેટલાક શુભેચ્છકો કહે છે કે, આપણે થોડા માટે રહી ગયા, ત્યારે મેં તેમને કહ્યું કે, અફસોસ નહીં કરતા. તમારા કોઈ કામ ભાજપમાં થોડા માટે અટકી જાય તો મને યાદ કરજો, ભાજપમાં ભલે 20-30 વર્ષ થયા હોય છતાં તમને લાગે કે રોડનું થિગડું નથી લાગતું તો મને યાદ કરજો આપણે 7 દિવસમાં પરિણામ આપીશું.

- Advertisement -

સાથે જ તેમણે કહ્યું હતું કે, જનતાના કોઈ પણ પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો કે આરોગ્યના પ્રશ્નો તમામ પ્રશ્નો દૂર કરવાની જવાબદારી આપણી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular