Monday, June 1, 2026
HomeGujaratRajkotરાજકોટ: નો પાર્કિંગનો દંડ ભર્યાની પાવતી માગતા વોર્ડને મહિલાને હાથ લગાવ્યો, પછી...

રાજકોટ: નો પાર્કિંગનો દંડ ભર્યાની પાવતી માગતા વોર્ડને મહિલાને હાથ લગાવ્યો, પછી શું થયું જોવો VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જેના કારણે રાજકોટ પોલીસ (Rajkot Police) ને શરમજનક સ્થિતિમાં આવવું પડી શકે છે. ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક વોર્ડનની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં આ વોર્ડન ભૂલી જાય છે કે તે પોતે પોલીસ નથી અને લોકોની સેવા માટે તેમને મૂકવામાં આવ્યા છે. એક ટ્રાફિક વોર્ડને મહિલાને હાથ લાગવતા મહિલાની સાથે રહેલા વ્યક્તિએ હોબાળો કર્યો હતો.

વોર્ડને મહિલાને હાથ કેમ લગાવ્યો?

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, રાજકોટમાં એસ્ટ્રોન ચોક નજીક એક યુવકે નો પાર્કિંગમાં (No Parking Fine) પોતાની કાર પાર્ક કરી હતી, જેને ટો કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ આ યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ટ્રાફિક નિયમના ભંગ માટે 1000 રૂપિયા દંડ પણ ભરી દીધો હતો. દંડ ભર્યા બાદ જ્યારે આ યુવકે દંડની રસીદ માગી ત્યારે વોર્ડને રોફ જમાવવા માટે કાર ચાલકની સાથે રહેલી યુવતીને સ્પર્શ કર્યો હતો જેના કારણે યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને રોડ ઉપર હંગામો કર્યો હતો. આ સમગ્ર ઘટના કોઈને મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી અને બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

- Advertisement -

વોર્ડનની સાથે રહેલા મહિલા પોલીસકર્મીએ શું કર્યું?

વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક ગુસ્સે થઈ ગયો છે અને વોર્ડનને સવાલ કરી રહ્યો છે કે તે મહિલાને હાથ કેમ લગાવ્યો? જાહેરમાં આવો હોબાળો થતાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને લોકોમાં રોષની લાગણી દેખાઈ રહી હતી. આ દરમિયાન વોર્ડન સાથે રહેલી મહિલા પોલીસકર્મીને પણ વોર્ડનની ભૂલનો અહેસાસ થતાં તેમણે પણ વોર્ડનનો સાથ આપવાની જગ્યાએ ગુસ્સે થયેલા યુવકને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

અગાઉ આવા કિસ્સામાં શું કાર્યવાહી થઈ હતી?

અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં વોર્ડન પોતાનો હોદ્દો ભૂલીને પોલીસ જેવુ વર્તન કરે છે અને લોકો ઉપર રોફ જમાવે છે. આવા ઘણા કિસ્સામાં વોર્ડન સસ્પેન્ડ થયા હોય તેવું પણ સામે આવ્યું છે. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

પછી શું થયું જોવો VIDEO

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular