Wednesday, July 1, 2026
HomeGeneralVideo: મહિલા વિફરી, ભોપાલમાં લારી જોડે કાર અથડાતા જુઓ મહિલાએ કેવી હરકત...

Video: મહિલા વિફરી, ભોપાલમાં લારી જોડે કાર અથડાતા જુઓ મહિલાએ કેવી હરકત કરી

- Advertisement -

નવજીવન. ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં એક ગરીબ વિક્રેતાની ફળથી ભરેલી લારી એક મહિલાની કાર સાથે અથડાયા બાદ દેખીતી રીતે ગુસ્સે ભરાયેલી મહિલા રસ્તા પર એક પછી એક પપૈયાને ફેંકતી જોવા મળી હતી. ભોપાલના અયોધ્યા નગરમાંથી નોંધાયેલી આ ઘટના ચાર દિવસ જૂની છે, પરંતુ સોશિયલ મીડિયા પર વ્યાપક પણે પ્રસારિત થયા બાદ હવે તે ચર્ચામાં છે.

સલવાર સૂટ પહેરેલી અને જે અહેવાલો કહે છે કે તે શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, તે માણસની દયાની અરજીને અવગણે છે અને રસ્તા પર પપૈયાને જ્યાંત્યાં ફેંકવાની વાત કરે છે. કેટલાક પાકા પપૈયા રોડ પર પછડાયા પછી તૂટી ગયા હતા. એક મોટરસાયકલ અને કાર ત્યાંથી પસાર થઈ હતી પરંતુ તેમણે નુકસાનને રોકવાનો કોઈ પ્રયત્ન કર્યો નહોતો.

- Advertisement -

એક રાહદારીઓ જણાવ્યું હતું કે, મહિલાની કાર સાથે ફળ વિક્રેતાની લારી ટકરાઈ હતી જેના કારણે તેની કારમાં સ્ક્રેચ પડી ગયા હતા. જોકે ફળ વિક્રેતાનું આ મહિલાના કારણે ભારે નુકસાન થયું હતું. તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ ગરીબ વ્યક્તિને પ્રતાડીત કરનારી ભણેલી ગણેલી પ્રોફેસર મહિલાનો જુઓ વીડિયો…

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular