Thursday, November 5, 2026
HomeGujaratધારીના ખેડૂતો માટે દિવાળી આફત લઈને આવી, કેમ પાકનું કર્યું બેસણું?, જાણો...

ધારીના ખેડૂતો માટે દિવાળી આફત લઈને આવી, કેમ પાકનું કર્યું બેસણું?, જાણો ખેડૂતો શું કહે છે?

- Advertisement -

Amreli Dhari unwanted rain and farmer’s demands: દિવાળીના તહેવારે ખેડૂતોના ઘરમાં ખુશીઓના દીવા પ્રગટવાના હતા, પરંતુ ધારી તાલુકાના ખેડૂતો માટે કુદરતનો કહેર આ વર્ષે દિવાળી પર જ આફત બનીને આવ્યો છે. પહેલા વરસાદની અછતથી પાકનો વિકાસ રૂંધાયો અને હવે કાપણીના સમયે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને મગફળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ છે. વરસાદી પાણીથી મગફળીનો પાલો કાળો પડવાની અને દાણા બગડવાની આશંકા છે. તો કપાસ અને તુવેરના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. જેને કારણે આખરે ખેડૂતોએ આ પાકનું બેસણું કરવાનો વારો આવ્યો છે.

એક તરફ ઓછું ઉત્પાદન અને બીજી તરફ કમોસમી વરસાદ, આમ ખેડૂતો બેવડા મારનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે લાઇન પરાના ખેડૂતોએ મગફળીના પાકનું બેસણું પણ કરી નાખ્યું છે. હવે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપે.

- Advertisement -

ત્યારે સવાલ એ છે કે દિવાળીના આ સમયમાં ખેડૂતોના આંસુ લૂછવા સરકાર ક્યારે આગળ આવશે? કે પછી જગતનો તાત કુદરતના બેવડા માર સામે લાચાર બની રહેશે કે તે અંગે ધારી ગીર પંથકમાં ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી હતી.

ધારીના ખેડૂત અજયભાઈ અંટાળા કહે છે કે, અમે સિંગ વાવી હતી જે વરસાદમાં બધું પતી ગયું. ખેડૂતોને 700 રૂપિયા મજુરી અને બિયારણ તથા અન્ય ખર્ચ જોઈએ તો વાવવાથી લઈ લણવા સુધી વિવિધ કામોની મજરી જેથી આમાં તો કશું જ હવે લેવા જેવું રહ્યું નથી. ખેડૂત જીરો થઈ ગયો. વાવણીની માંડવી તો સાવ પતિ ગઈ, ખેડૂત સાવ નષ્ટ થઈ ગયો. ખેડૂતોને અત્યાર સુધી એક વખત સહાય મળી 20 હજાર જે આપ્યા તે અને હમણાં હપ્તાના મળ્યા ખેડૂતને સહાય કરવી આવશ્યક બની છે.

ધારીના ખેડૂત હંસરાજભાઈ પટોડીયા કહે છે, અમે મગફળી કરી હતી સાડાબાર વિઘામાં, વરસાદને કારણે પાલો સાવ કાળો થઈ ગયો હતો. માંડવીમાં કશું બચ્યું નથી. ઘાયોનો ઘાસચારો પણ રહ્યો નહીં તેવ હાલત આ વર્ષે થઈ છે. સરકારને મદદ કરવા માટે અમે વિનંતિ કરીએ છીએ.

- Advertisement -

અનુભાઈ રુડાણી નામના ધારીના ખેડૂતનું કહેવું છે કે, અમે જ્યારે મગફળી વાવી ત્યારે વરસાદ પડ્યો અને તેના કારણે પીયતના પાણીમાં સમસ્યા થઈ, જેમ તેમ કરીને કૂવાના પાણીથી પીયત કર્યું. જોકે જ્યારે લણણી થઈ ત્યારે આ માવઠું આવ્યું અને ખેડૂતના પાક સાવ પતી ગયા. અને માત્ર સિંગ જ નહીં પણ વરસાદ વખતે પવન પણ ઘણો હતો જેના કારણે ખેડૂતોના કપાસને પણ ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખેડૂતોને જો સરકાર મદદ કરશે તો જ તે આ ખર્ચ અને નુકસાનમાંથી બહાર આવી શકશે બાકી ખેડૂત ઊભો થઈ શકે તેમ નથી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular