Government of Gujarat Announces Public Holidays for Year 2027 : ગુજરાત સરકારે 2027 માટે જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલી યાદીમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, દિવાળી, નૂતન વર્ષ સહિતના મુખ્ય 22 તહેવારોનો સમાવેશ છે અને કુલ 18 જાહેર રજાઓ જાહેર કરાઈ છે. સરકારી કચેરીઓમાં આ રજાઓ પાળવામાં આવશે. વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે. શનિ-રવિવારે આવતી રજાઓ માટે અલગથી રજા નહીં મળે. આ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા જાહેરનામામાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ સહિતની રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વૈકલ્પિક રજાઓની યાદીમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના તહેવારોનો સમાવેશ થાય છે. જ્યારે મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે.








