Tuesday, November 3, 2026
HomeGujaratAhmedabadરાજ્યની સરકારી અને અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના માનદ વેતનમાં...

રાજ્યની સરકારી અને અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના માનદ વેતનમાં બમણો વધારો

- Advertisement -

Gujarat government has announced an increase in allowances and remuneration : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)માં તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી અને કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો (Visiting Supervisor Instructors) ના માનદ વેતનમાં બમણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વાર્ષિક પર્વતારોહણ તાલીમ શિબિરોમાં ભાગ લેતા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકો માટે દૈનિક ભોજનના દરની મહત્તમ મર્યાદા પ્રતિદિન પ્રતિ વ્યક્તિ રૂ. 150થી વધારીને રૂ. 350 કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, જેનો અમલ આગામી 1લી એપ્રિલથી થશે.

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ (Labour Skill Development and Employment Department) દ્વારા આ ઇન્સ્ટ્રક્ટરોના માનદ વેતનના દરોમાં નોંધપાત્ર વધારો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી તાલીમ ક્ષેત્રે કાર્યરત પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોને આર્થિક લાભ મળવાની સાથે તેમની સેવાઓને વધુ પ્રોત્સાહન મળશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના પ્રતિ કલાક માનદ વેતનના દરમાં રૂ. 90 થી વધારો કરીને રૂ. 180 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દૈનિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ. 540 થી વધારીને 1 હજાર 80 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદામાં પણ બમણો વધારો કરીને 14 હજાર 40 રૂપિયાથી વધારીને 28 હજાર 80 રૂપિયા કરવામાં આવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular