Tuesday, April 21, 2026
HomeGujaratSuratમામાની કારથી ઘર આંગણે રમતી ભાણી કચડાતા મોત, જુઓ VIDEO

મામાની કારથી ઘર આંગણે રમતી ભાણી કચડાતા મોત, જુઓ VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Accident News: સુરતમાં (Surat) એક બાળકી કાર નીચે કચડાઈ જતા મોતને (Child crushed to death by car) ભેટી છે. જોકે કાર ચાલક સગા મામા અને મૃતક બાળકી ભાણી હોવાનું સામે આવ્યું છે. મામાને કારમાં જોઈને સામે દોડી આવેલી ભાણી કાર નીચી કચડાઈ હતી. કાર નીચે કચડાતા ઈજાગ્રસ્ત બાળકી પ્રાંજલ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકી પ્રાંજલને મૃત જાહેર કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા વશરામભાઈ ગોબરભાઈ જીજાણા બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પત્ની, દિકરો અને દીકરી પ્રાંજલ સાથે સુરતના ગોડાદરા સ્થિત શિવ સાગર રેસીડેન્સી ખાતે સાસરીમાં પ્રંસગમાં આવ્યા હતા. મામાના ઘરે આવેલી ભાણી પ્રાંજલ ઘર આંગણે અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન પ્રાંજલના મામા કાર લઈને આવ્યા હતા અને વળાંકમાં ભાણી પ્રાંજલ ઉભી હતી.

- Advertisement -

પ્રાંજલ મામાની કારને જોઈ તેમની તરફ ગઈ હતી. પરંતુ કાર ચાલકને પ્રાંજલ વળાંક પર ઉભી છે તે દેખાયું ન હતું અને તેને કારનો વળાંક લઈ લીધો હોય તેમ વિડીયો પરથી જણાય છે. આ કાર ચાલકે માસુમ બાળકીને અડફેટે લેતા બાળકી પર કારના ટાયર ફરી વળ્યા હતા. કારથી કચડાવાના કારણે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકી પ્રાંજલને મૃત જાહેર કરી હતી. સમગ્ર બનાવના કમકમાટી ભર્યા CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. આ કરૂણ ઘટનાના ફૂટેજ જોઈ કોઈ પણ થોડી વાર માટે વિચલીત થઈ જાય તેમ છે. મામાના ઘરે આવેલી ભાણીનું મામાની કારથી જ કચડાઈ જઈ કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

TAG: Surat tragic incident Child crushed to death by car

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular