નવજીવન ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશની એક સરકારી ઓફિસનો એક હોસ્યાસ્પદ વિડિયો સામે આવ્યો છે. ધટના એવી બની હતી કે એક સરકારી ઓફિસ માંથી એક બકરી ઓફિસની ફાઈલ લઈને ભાગી રહી હતી અને સરકારી અધિકારીઓ બકરીને પકડવા તેની પાછળ ભાગી રહ્યા હતાં. આ સમગ્ર ધટનાનો એક વિડિયો મોટા પ્રમાણમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બુધવારે વિકાસ બ્લોક કચેરીના અધિકારીઓ અને સ્ટાફની બેદરકારીને કારણે અનેક ગ્રામ પંચાયતોના વિકાસના કામોની મહત્વની ફાઇલો અને રેકોર્ડ સાથે ઓફિસમાંથી એક કાળી બકરી ભાગી ગઈ હતી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ઉત્તર પ્રદેશની એક ઓફિસ માંથી બકરી ફાઈલ લઈને ભાગી, તેની પાછળ સરકારી કર્મચારીઓ પણ ભાગ્યા#UttarPradesh pic.twitter.com/PbzNe9bswe
— Deval Jadav (@Luvjadav) December 3, 2021
સમગ્ર ધટના બહાર આવતાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે સંબંધિત કર્મચારી પાસે ખુલાસો માંગ્યો છે. મળતી માહિતી મુજબ બુધવારે વિકાસ બ્લોક ઓફિસમાં પંચાયત સચિવની ઓફિસમાં એક બકરી પ્રવેશી હતી. એવી માહિતી મળી છે કે તે સમયે કોઈ હાજર ન હતું, અને ટૂંક સમયમાં જ બકરી સ્થળ પર મળી આવેલી અનેક ગ્રામ પંચાયતોના રેકોર્ડ ખાવા લાગી હતી. ત્યાં હાજર કેટલાક લોકોએ બકરી જોઈને તેને ભગાડી દીધી ત્યારે બકરી મોઢામાં ફાઈલ લઈને ભાગી ગઈ. ઓફિસના ઘણા લોકો તેની પાછળ દોડ્યા પરંતુ ત્યાં સુધીમાં ફાઇલના ઘણા કાગળ બકરી ગળી ગઈ હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે સરકારી કર્મચારીઓ બકરીની પાછળ દોડતા જોવા મળે છે.
આ વિડિયો દ્વારા કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર બકરી દ્વારા ફાઇલ ઉપાડવાની ધટનાનું લોકો મજાક કરી રહ્યા છે. લોકો ઓફિસની વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.