નવજીવન ન્યૂઝ. વડોદરા: પોલીસ ધારે તો શું ન કરી શકે…! આ વાતને સાર્થક કરતો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. પોલીસ ચોપડે મૃત જાહેર થયેલા વ્યક્તિને વડોદરા પોલીસ શોધીને લાવી છે. આરોપીએ જેલની સજા ન ભોગવવી પડે તે માટે અજીબો-ગરીબ કીમિયો શોધ્યો હતો. પરંતુ વડોદરા પોલીસની ચાલાકી આગળ આરોપીનો કિમયો નિષ્ફળ બન્યો હતો. અંતે જેલની સજાથી ભાગતો આરોપી ફરીએકવાર જેલ ભેગો થયો છે.
મધ્યપ્રદેશના અલીરાજપુરામાં રહેતો અભિષેક આઝાદ જૈનની નાર્કોટીક્સના ગુનામાં મધ્યપ્રદેશે પોલીસે અગાઉ ઈન્દોરથી ધરપકડ કરી હતી. અભિષેકની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને દોષિત જાહેર કરીને 12 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ અભિષેકને જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડાસમય સુધી જેલમાં રહ્યા બાદ અભિષેકના પેરોલ મંજૂર થતાં તે જેલની બહાર આવ્યો હતો. અભિષેક ફરી જેલમાં જવા માગતો ન હોવાથી તેણે એક કીમિયો અપનાવ્યો.
અભિષેકે જેલની બહાર આવ્યા બાદ નકલી મરણનો દાખલો બનાવડાયો. નકલી મરણનો દાખલો પહેલી નજરે જોતાં અસલી જેવો જ દેખાતો હતો. આ મરણના દાખલાને સગા મારફતે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. કોર્ટે મરણ દાખલાની ખરાઈ કરવા માટે આદેશ આપ્યા. કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ પોલીસે મરણ દાખલાની ખરાઈ કરીને અભિષેકને પોલીસ ચોપડે પણ મૃત જાહેર કર્યો.
વડોદરા ક્રાઇમના એ.સી.પી. હાર્દિક માકડીયાએ એક શકમંદની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં આ શકમંદ પાસેથી કોઈ મહત્વની વાત જાણવા ન માહિ હતી. પરંતુ એ.સી.પી. હાર્દિક માકડીયાને તેની પર શંકા જતાં તેના મોબાઈલ ફોનની તપાસ હાથધરી હતી. ACPએ મોબાઈલ ફોન ચેક કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મોબાઈલ ફોનમાંથી એક મરણ દાખલાનો ફોટો મળી આવ્યો હતો. આ મરણનો દાખલમાં કઈક ચેડાં કર્યા હોવાની શંકા જતાં જીણવટભરી તપાસ ચાલુ કરી હતી. મરણના દાખલાની વિગત ઓનલાઈન પોર્ટર્લ પર ચેક કરતાં મરણનો દાખલો અભિષેક જૈન નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું અને તેણે મધ્યપ્રદેશ કોર્ટે તેને નાર્કોટીક્સના ગુનામાં 12 વર્ષની સજા ફટકારી હોવાનું સામે આવ્યું હતું.
ACP હાર્દિક માકડીયા જે મરણના દાખલાની તપાસ કરી રહ્યા હતા. તે અભિષેક જૈન વડોદરામાં જ હોવાની માહિતી સામે આવતા ટેકનિકલ સર્વલેન્સ અને હ્યુમન ઇટેલિજન્સની મદદથી અભિષેકની શોધખોળ શરૂ કરી અને તેના સુધી પહોંચામાં સફળતા મળી. જે વ્યક્તિ મધ્યપ્રદેશ પોલીસના ચોપડે મૃત જાહેર થયો હતો તે જ વ્યક્તિ વડોદરા ક્રાઇમના ACP હાર્દિક માકડીયા સામે જીવિત ઊભો હતો.
ACPએ આરોપી અભિષેકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતું કે કોર્ટે નાર્કોટીક્સના ગુનામાં 12 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તેણે જેલમાં રાખવામાં આવ્યો હતો, પેરોલ પર બહાર આવ્યા બાદ ફરીથી જેલમાં જવા ન માગતો હોવાથી તેણે પૈસાના જોરથી બનાવટી મરણનો દાખલો બનાવ્યો હતો અને કોર્ટમાં રજુ કરી દીધો હતો. મધ્યપ્રદેશ પોલીસે પણ તેને મૃત જાહેર કરતાં તે સજાથી છુટકારો મેળવી લીધો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











