નવજીવન ન્યૂઝ. હરિયાણા: ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની નવી દિલ્હીના જનકપુરી સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ તેમને દિલ્હીથી મોહાલી લાવવામાં આવી રહ્યા છે. બપોરે મોહાલી કોર્ટમાં તેમની હાજરીની જાણ કરવામાં આવી છે. આ પહેલા તેમની કારને કુરુક્ષેત્રમાં રોકવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હી ભાજપના નેતાઓ અને બગ્ગાના પરિવારના સભ્યોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ પોલીસ વિરુદ્ધ જનકપુરી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધમકી આપવાના આરોપમાં પંજાબ પોલીસ દ્વારા ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ બાદ દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે.
આ સાથે જ તેમના પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાએ પંજાબ પોલીસ પર અનેક આરોપ લગાવ્યા હતા. પ્રીતપાલ બગ્ગાએ જણાવ્યું હતું કે સવારે 10-15 પોલીસકર્મીઓ અમારા ઘરે આવ્યા હતા અને તજિન્દરને ખેંચીને બહાર લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવા માટે મેં મારો મોબાઇલ ફોન ઉપાડ્યો ત્યારે પોલીસ મને બીજા રૂમમાં લઇ ગઇ હતી અને મોઢા પર મુક્કો મારી દીધો હતો. અમારા ઘરે આવેલા પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે તજિન્દરે અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દિલ્હી પોલીસને આ ઘટના વિશે કોઈ માહિતી નહોતી.
પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, હિંસા ભડકાવવા, ગુનાહિત ધાકધમકી, સોશિયલ મીડિયા પર ખોટા અને સાંપ્રદાયિક ભડકાઉ નિવેદનો પ્રકાશિત કરવા બદલ તજિન્દર બગ્ગા સામેની ફરિયાદ પર પીએસ પંજાબ સ્ટેટ સાયબર ક્રાઇમ, એસએએસ નગર દ્વારા 1 મેના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે તેમને તપાસમાં જોડાવા અને આવવા માટે પાંચ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું. આમ છતાં આરોપી જાણી જોઈને તપાસમાં જોડાયો ન હતો. આજે સવારે કાયદાની યોગ્ય પ્રક્રિયા બાદ તજિન્દર પાલ સિંહ બગ્ગાની દિલ્હીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસને અગાઉથી કોઇ જાણકારી આપ્યા વિના પંજાબ પોલીસે તેના ઘરેથી ગેરકાયદેસર રીતે તાજિન્દર બગ્ગાની ધરપકડ કરી હતી. પંજાબ પોલીસે તેમના પિતા પર હુમલો કર્યો હતો અને તેમના પિતાએ પંજાબ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે. અમારી પાસે તજિન્દર બગ્ગા વિશે કોઈ માહિતી નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











