Saturday, April 18, 2026
HomeGujaratVadodaraવડોદરાઃ 20 ફૂટના ખાડામાં ઉતરી કામ કરતા 4 વ્યક્તિ પર ધસી પડી...

વડોદરાઃ 20 ફૂટના ખાડામાં ઉતરી કામ કરતા 4 વ્યક્તિ પર ધસી પડી માટી, દટાઈ જતા 1નું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં (Vadodara) બાંધકામ સાઈટ પરથી એક દુર્ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજરોજ સવારના સમયે નિર્માણાધીન બિલ્ડિંગમાં પીલ્લર નાખવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન 4 જટેલા શ્રમિકો 20 ફૂટ ઉંડા ખાડામાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક માટી ધસી પડતાં (Soil fell) ચાર જેટલા શ્રમિકો માટી નીચે દટાયા હતા. ઘટના પગલે ઉહાપોહ મચી જતાં આસપાસના શ્રમિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક 3 શ્રમિકોને હેમખેમ રીતે બચાવી લેવાયા હતા. જોકે એક શ્રમિક માટીની નીચે દબાઈ જતા ઘટનાસ્થળે ઉમટેલા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેના પગલે ફાયરબ્રિગડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શ્રમિકનું રેસ્ક્યું ઓપરેશન કરતાં મૃત હાલતમાં શ્રમિક મળી આવ્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ ફાયર વિભાગે પોલીસને કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે (Vadodara Police) ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ, વડોદરાના નટુ સર્કલ વિસ્તારમાં આદર્શ હોસ્પિટલની બાજુમાં બની રહેલી નવી બિલ્ડિંગમાં આજે 10 વાગ્યાની આસપાસ 4 જેટલા શ્રમિકો બિલ્ડિંગના 20 ફૂટ ઊંડા ખાડામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક શ્રમિકો પર માટી ધસી પડતાં ચાર જેટલા શ્રમિકો માટીમાં દબાયા હતા. ઘટના પગલે બુમાબુમ થતાં કામ કરી રહેલા અન્ય શ્રમિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હેમખેમ રીતે ત્રણ જેટલા શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે એક શ્રમિક માટીમાં દબાઈ જવાના કારણે ન મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શ્રમિકને શોધવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથધર્યુ હતું. ખાડો ઉંડા હોવાથી JCB મશીનની પણ મદદ લેવાં આવી હતી. JCB દ્વારા શ્રમિકની શોધખોળ કરતા શ્રમિક મૃત હાલતમાં મળી આવ્યો હતો.

- Advertisement -

આ બાબતને લઈ ફાયર વિભાગે શ્રમિકના મૃતદેહને બહાર કાઢી સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને આસપાસ કામ કરતા શ્રમિકોના નિવેદન નોંધ્યા હતા. તેમજ આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી શ્રમિકના પરિવારને જાણ કરવાની તજવીજ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular