Sunday, May 31, 2026
HomeGujaratVadodaraરાજસ્થાનથી આવતી ખચોખચ દારૂ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી, ટ્રકમાંથી GPS મળ્યું

રાજસ્થાનથી આવતી ખચોખચ દારૂ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી, ટ્રકમાંથી GPS મળ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News: આમ તો દાયકાઓથી ગુજરાતમાં દારૂબંધી છે. પરંતું પ્યાસીઓની પ્યાસ બુજાવા માટે ગુજરાતના માર્ગો પર દારૂ (Liquor) ભરેલા વાહનો ધમધમતા રહે છે. ત્યારે આજે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચની (Vadodara Crime Branch) ટીમને હાલોલ-વડોદરા હાઈવે પરથી દારૂથી છલોછલ ભરેલી ટ્રકને ઝડપી પાડવા સફળતા મળી છે. પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની (Alcohol) 870 પેટી મળી આવી હતી. પોલીસે (Vadodara Police) ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, તપાસનો રેલો દારૂ મગાવનાર બૂટલેગર (Bootlegger) સુધી પહોંચે છે કે નહીં?

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર કૃણાલ પટેલને માહિતી મળી હતી કે, રાજસ્થાનથી એક ટ્રક દારૂ ભરીને નિકળી છે. જે ટ્રક હાલોલ થઈને વડોદરા તરફ જવાની છે. માહિતીના આધારે પોલીસ સબ ઈનસ્પેક્ટર પી. કે. ભૂતને સૂચના આપવામાં આવતા તેમણે ટીમ સાથે હાલોલ-વડોદરા હાઈવે પર આમલિયારા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાનવાળી ટ્રક આવતા તેને રોકીને ટ્રકની તલાસી લેવામાં આવી હતી. પોલીસે ટ્રકમાં જોતાં તેમાં ખીચોખીચ દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને ટ્રક અને ચાલક બંનેને જરોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

ટ્રકને પોલીસ મથકે લાવીને ટ્રકમાંથી દારૂની પેટી ઉતારતાં કુલ 870 દારૂની પેટી ટ્રકમાંથી મળી આવી હતી. 870 દારૂની પેટી ખાલી કરતાં તેમાંથી 27000 દારૂની બોટલ નીકળી હતી. જેની કિંમત રૂપિયા 46.68 લાખની થાય છે, સાથે જ ટ્રક ચાલકનો મોબાઈલ ફોન અને ટ્રક મળીને પોલીસે કુલ રૂપિયા 56.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટ્રકમાં એટલો બધો દારૂ ભરેલો હતો કે પોલીસને દારૂની બોટલ ગણતરી કરવામાં એક કલાક કરતાં વધુનો સમય લાગી ગયો હતો. પોલીસે ટ્રક ચાલકની પુછપરછ કરતાં ચાલકનું નામ પ્રકાશસિંહ રાવત હોવાનું સામે આવ્યું હતું. આ દારૂનો જથ્થો રાજસ્થાનના ભીલવારાના દેવીલાલે ભરાવ્યો હોવાની કબુલાત પ્રકાશસિંહ પોલીસ સમક્ષ કરી હતી. ટ્રક ચાલક રાજસ્થાનથી ગોધરા, વડોદરા થઈ ભરૂચ પહોંચીને દેવીલાલને ફોન કર્યા બાદ જણાવ્યા મુજબ આગળ વધવાનું જણાવ્યું હતું. હાલ આ મામલે પોલીસે ટ્રક ચાલક અને દારૂ મોકલનાર દેવીલાલ સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ટ્રકમાંથી મળી આવેલા GPSને લઈને પણ તપાસ શરૂ કરી છે.

Tag: Liquor Smuggling in Gujarat, Liquor Truck seized From Vadodara

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular