નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar Dalit Murder Case: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સમઢીયાળા ગામ (Samadhiyala) ખાતે ગઈકાલે જમીન વિવાદને (Land Dispute) લઈ થયેલી જૂથ અથડામણમાં (Group Clash) દલિત સમાજના બે સગા ભાઈઓના મૃત્યુ થયા હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સમ્રગ ગુજરાતના દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવે આ કેસમાં SIT રચના કરી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીનું અશ્વાસન પિડિત પરિવારને આપ્યું છે. ત્યારે બીજી તરફ ડબલ મર્ડર કેસની ઘટનાને 35 કલાક જેટલો સમય વિતી ચૂક્યો હતો. ત્યાર બાદ રેન્જ IG અને જિલ્લા કલેક્ટરની સમજાવટથી દલિત પરિવારે બંને મૃતદેહનો સ્વીકાર કર્યો છે. આ હત્યાના કેસમાં અત્યાર સુધી પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ કડક કાર્યવાહીની બાહેંધરી આપવામાં આવી છે અને જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. પિડિત પરિવારની માગણીઓને લઈ કેટલીક વસ્તુઓની માગ જિલ્લા પોલીસ વડાએ સ્વીકાર કરી છે.
ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામમાં જમીન વિવાદને લઈ થયેલો હુમલો હત્યામાં પલટાયો હતો. જેમાં અન્ય જ્ઞાતિના લોકોએ દલિત પરિવારની જમીન પચાવી પાડવાના હેતુથી 15થી વધુ લોકો એકત્રિત થઈ પાઈપ, ધોકા અને ધરિયા વડે હુમલો કર્યો હતો. ‘અમે કાંઠી દરબાર છે, જમીન અમારા બાપની છે.’ તેમ કહી દલિત પરિવાર પર તૂટી પડ્યા હતા. આ હુમલાની ઘટનામાં બે સગા ભાઈઓના મૃત્યુ થયા છે. જે ઘટના બાદ દલિત સમાજમાં ઘેરા પત્યાઘાત પડ્યા છે.
આ મામલે પિડિત પરિવારે જૂદી-જૂદી બાબતને લઈ પોલીસ વડા પાસેથી માગણી કરી હતી, જે અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવી છે. જેમાં આ હત્યામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવશે. સરકારી ખર્ચે ફરિયાદીના કુટુંબના માણસોને કોર્ટ મુદત દરમિયાન પોલીસ સંરક્ષણ આપવામાં આવશે. ફરિયાદીના કુંટુબના માણસોને ખેતરમાં આવવા-જવવા માટે હથિયારધારી પોલીસ સંરક્ષણ આપવામાં આવશે. વાડીમાં પોલીસ પોઈન્ટ આપવામાં આવશે. આ બનાવમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે, ફરિયાદીના અમદાવાદમાં રહેતા પરિવારના માણસોના ચાંદખેડા-વાડજ રહેંણાક મકાનોમાં પોલીસ સંરક્ષણ આપવામાં આવશે. પુખ્યવયના સ્ત્રી-પુરુષોને તેમની તેમની માગણી મુજબ કુંટુબ દીઠ લાયસન્સ આપવામાં આવશે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવમાં આવશે. આ તમામ બાહેંધરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (SP Surendranagar) દ્વારા લેખિતમાં આપવામાં આવી છે.
Tag : Surendranagar Crime News, Surendranagar Police, Surendranagar News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








