કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન[ઇસરો] દ્વારા આજે ચંદ્રયાન -3 (Chandrayaan-3) લોન્ચ થઈ રહ્યું છે. આ લોન્ચિંગનું આખરી પાયદાન હશે જેમાં અવકાશયાનને ચંદ્ર પર લેન્ડિગ કરાવવામાં આવશે. અગાઉ 2019માં ચંદ્રયાન-2 ચંદ્ર પર લેન્ડિંગ કરવા જતાં આખરી તબક્કામાં નિષ્ફળ રહ્યું હતું અને એ રીતે ભારતનો સ્પેસવિશ્વનો અતિ મહત્ત્વનો પ્રોજેક્ટ અધૂરો રહ્યો હતો, હવે તેનો ફરી આરંભ થવા જઈ રહ્યો છે. જો ભારત આ મિશનમાં સફળ રહેશે તો અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો તે માત્ર ચોથો દેશ હશે જેનું યાન આ રીતે ચંદ્ર પર લેન્ડિંગ કરશે.
ચંદ્રયાન મિશન કેમ?
ભારત ચંદ્રયાન મિશન પાછળ આટલી મહેનત કરી રહ્યું છે, તેનું કારણ ચંદ્ર પરના સંશોધનના કારણે આપણા દેશ દ્વારા 2008માં સૌપ્રથમ વખત ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. તે વખતે ‘ઇસરો’ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચંદ્રયાન મિશન પાછળનું પ્રાથમિક કારણ ચંદ્રને નજીકથી અને દૂરથી પરિમાણીય નક્શો મેળવવાનું હતું. આ ઉપરાંત ચંદ્ર પર રહેલા ખનીજતત્વોનો અભ્યાસ પણ મિશનનો ભાગ હતો. ચંદ્રની આસપાસ અંદાજે 3400 સેટેલાઇટ ભ્રમણ કરે છે અને તેની ઓપરેશન સાઇકલ 312 દિવસની આસપાસ હોય છે. આપણા પ્રથમ ચંદ્રયાનના સ્પેસક્રાફ્ટથી સંપર્ક લોન્ચિંગના દસ મહિના બાદ તૂટી ગયો હતો. તેમ છતાં તે વખતે આપણી પોતાની ટેક્નોલોજી દ્વારા નિર્મિત ચંદ્રયાન તે ખૂબ મોટી સિદ્ધી હતી. અને ભારતના ચંદ્રયાન દ્વારા ચંદ્રના જમીન પર પાણી અને હાઇડ્રોક્સીલના અંશ મળ્યા હતા.
ચંદ્રયાન-2 કેમ નિષ્ફળ?
ચંદ્રયાન-2ને ચંદ્રના જમીન સ્તરે લેન્ડ કરાવીને તે જમીન સ્તરે ફરવાનું હતું, જેથી ચંદ્રના દક્ષિણ છેડે સંશોધન થઈ શકે. જુલાઈ 2019માં આ મિશન લોન્ચ થયું અને તેમાં અડધીપડધી સફળતા મળી હતી. કારણ કે યાન ચંદ્રના જમીન પર લેન્ડ કરતાં અગાઉ જ ક્રેશ થયું હતું.
ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય
ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ટેકનિકલ ક્ષમતા દાખવવાની છે, જેમાં ચંદ્ર પર યાનને લેન્ડ કરવાનો ઉદ્દેશ્ય છે. આ સૌથી અઘરી પ્રક્રિયા છે કારણ કે તેમાં એરોપ્લેન કરતાં દસ ગણી ગતિ યાનની હોય છે. ચંદ્રયાન-3 ખાસ કરીને દક્ષિણના છેડે સંશોધન કરશે, જ્યાં અગાઉ ક્યારેય સંશોધન થયું નથી. અહીંયા સંશોધનથી ખાસ્સી એવી શક્યતાઓ ખુલશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








