Friday, June 5, 2026
HomeGeneralસાબરકાંઠા: હિંમતનગરની 11 વર્ષીય ધીમહીની ઊંચાઈ 4.1 સેમી અને વાળ 4 ફૂટ...

સાબરકાંઠા: હિંમતનગરની 11 વર્ષીય ધીમહીની ઊંચાઈ 4.1 સેમી અને વાળ 4 ફૂટ લાંબા, વર્લ્ડ રેકોર્ડ તરફ નજર ..

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.સાબરકાંઠા) : સાબરકાંઠાના હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં રહેતા સંદીપભાઈ પટેલની ૧૧ વર્ષીય દીકરી ધીમહિ બાળપણથી જ વિવિધ કાર્યોમાં અવલ્લ છે જોકે હાલમાં તેની ઊંચાઈ ૪ફૂટ ૧.૫ સે.મી છે જ્યારે માથા થી પગ સુધી ના કેશ ની લંબાઈ ૪ ફૂટ જેટલી થાય છે. સામાન્ય રીતે કોઈપણ દીકરી કે મહિલાઓ માટે તેના માથાના કેસ ઘરેણા સમાન હોય છે તેમજ સૌથી વધુ સંભાળ માથાના કેશની રાખવામાં આવતી હોય છે જોકે ઉંમરની સાથે સાથે ઊંચાઈ જેટલા માથાના કેશ હોવાના પગલે ધીમહિ ને વિવિધ સમસ્યાઓનો પણ સાંમનો કરવો પડે છે. જોકે ધોરણ-6 માં અભ્યાસ કરતી ધીમહિ બૌદ્ધિક દ્રષ્ટિએ પણ વિશિષ્ટ હોવાના પગલે તેની અલભ્ય સિદ્ધિ ને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાના એરણે છે મોટાભાગના લોકો તેના માથાના કેશ ના પગલે વખાણ નું કારણ બની છે.



ધીમહિ માથા ના કેશ ના પગલે વર્લ્ડ રેકોર્ડ તરફ…!!

હિંમતનગર માં સહકારી જીન વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય દીકરી ધોરણ-૬ માં અભ્યાસ કરી રહી છે તેમજ તેની ઊંચાઈ ચાર ફૂટ દોઢ સેન્ટીમીટર જેવી થાય છે જોકે તેના માથાના કેશની લંબાઈ ફૂટ જેટલી થતી હોવાના પગલે સમગ્ર વિશ્વમાં આટલી નાની ઉંમરમાં આટલા મોટા માથાના કેશ હોવાનું પ્રથમ વાર ધ્યાને આવ્યું છે જેના પગલે આગામી સમયમાં ધીમહિ તેના માથાના કેશના પગલે વર્લ્ડ રેકોર્ડ સર્જી શકે તેમ છે જોકે પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન પોતાના માથાના કેશ ની સાર સંભાળ હજુ પણ યથાવત રાખવાના પગલેં આગામી સમયમાં ધીમહિ માથાના કેસની વધુ લંબાઈ ના પગલે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે તેમ છે હાલમાં સમગ્ર વિશ્વમાં ટીન એજ ઉંમરમાં માથાના કેશ ની આટલા આટલી લંબાઈ નોંધાઈ નથી ત્યારે હિંમતનગરની ધીમહિ આગામી સમયમાં સમગ્ર શહેર સહિત સાબરકાંઠા અને રાજ્યનું નામ રોશન કરે તો નવાઈ નહીં.

- Advertisement -


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular