નવજીવન ન્યૂઝ. વડોદરા: ગાંધીના કહેવાતા ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. રાજયસરકાર દ્ઘારા દારૂબંધીને લઇ આવરનાવર મોટામોટા કાવાદાવા કરવામાં આવતા હોય છે .તેમ છતાં રાજયમાં બુટલેગરો દ્વારા જુદા-જુદા રાજયમાંથી નવા નવા કીમિયા અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માં આવે છે જેને લઇ પોલીસ પણ વખતો વખત સક્રિયતા દાખવી કરોડો રૂપિયાનું દારૂ પકડતી હોય છે. ત્યારે વડોદરા પોલીસ દ્ઘારા છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પકડી બુલડોઝર ફેરવી દેવાયુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં ગેરકાયદેસર દારૂની ખેપ મારતા બુટલેગર સામે પોલીસએ લાલઆંખ કરી છે. વડોદરા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયેલો દારૂના જથ્થાના નિકાલ માટે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર ઝોન -3 વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનના હદમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા શહેર પોલીસ દ્વારા પાણીગેટ, મકરપુરા , વાડી અને માંજલપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા 1.07 કરોડ રૂપિયાના વિદેશી દારૂને નાશ કરી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે ઝોન-3ના ડી સી પી ડૉ.કરણરાજ વાઘેલાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે શહેરના પાણીગેટ, મકરાપુર , વાડી અને માંજલપુર કુલ 4 પોલીસ મથકમાં ડિસેમ્બર 2020 થી 2021 એક વર્ષ સમયગાળા દરમિયાન જે પણ વિદેશી દારૂના કેસ કરવામાં આવ્યા તે તમામ દારૂના જથ્થાનો એક સાથે નાશ કરવામાં આવ્યો છે કોર્ટે ચારેય પોલીસ સ્ટેશનની મંજુરી મેળ્વયા બાદ એકઝીક્યુટીવ મેજીસ્ટેટ્ર, આસ્ટિન્સ કલેકટર તથા નશાબંધી અધીકારીની હાજરીમાં તમામ મુદ્દામાલનું ચેકિંગ કર્યા બાદ ચારેય પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.
ડીસીપીએ મુદ્દામાલ અંગે માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતુ કે માંજલપુર વિસ્તારમાંથી 60 લાખનો મુદ્દામાલ છે. વાડીનગર પોલીસ સ્ટેશનમાં સાડા સાત લાખનો મુદ્દામાલ છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 27 લાખનો મુદ્દામાલ છે. અને મકરપુરામાં 21 લાખનો મુદ્દામાલ છે. આમ મળી કુલ 1 કરોડ સાત લાખની રકમના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












