નવજીવન ન્યૂઝ. મોડાસા : મોડાસા શહેરના મુખ્યમાર્ગો ટ્રાફિકગ્રસ્ત રહેતા વાહનચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. રોડ ઉપરના દબાણોથી માંડી ગેરકાયદેસર જગ્યાએ પાર્ક થતા વાહનોનો ને લઈ ગંભીર ટ્રાફિક સમસ્યાગ્રસ્ત બન્યું છે. ટ્રાફિક સમસ્યા વ્યાપક બનતા નગરપાલિકા તંત્ર અને ટાઉન પોલીસે દબાણો દૂર કરવા મથામણ કરી રહી છે. મોડાસાના સૌથી ધમધમતા શ્યામસુંદર શોપિંગ સેન્ટર આગળ ગ્રાહકો રોડ પર વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિક સર્જાતા ટાઉન પોલીસ અને નગરપાલિકાની ટીમ શોપિંગ સેન્ટર આગળ બનાવેલી સિમેન્ટની પાળી તોડી નાખવા પહોંચતા વેપારીઓએ જેસીબી આગળ બેસી શખ્ત વિરોધ નોંધાવતા દબાણ ટીમ વીલા મોઢે પરત ફરી હતી. ટાઉન પોલીસે રોડ પર પાર્કિંગ કરેલ વાહનોને દંડ ફટકારવાની કામગીરી હાથધરી હતી.

મોડાસા હાઈસ્કૂલ સામે આવેલા શ્યામસુંદર શોપિંગ સેન્ટરની આગળ ગ્રાહકો વાહન લઇ શપિંગની અંદર પ્રવેશે નહિ તે માટે આગળ સિમેન્ટની પાળી બનાવવામાં આવી છે. જેથી ખરીદી કરવા આવતા ગ્રાહકો રોડ પર આડેધડ વાહન પાર્ક કરી ખરીદી કરવા જતા હોવાથી સમગ્ર વિસ્તારમા ભારે ટ્રાફિક સર્જાતો હોવાથી પાલીકા અને ટાઉન પોલીસ જેસીબી સાથે સ્થળ પર પહોંચી સિમેન્ટની પાળી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવતા દુકાનદારોએ તેનો વિરોધ કર્યો અને જેસીબી ની આગળ બેસી ગયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આખરે નગરપાલિકા અને ટાઉન પોલીસે પાળી તોડવાની કામગીરી પડતી મુકવી પડી હતી.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












