નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરામાં રહેતી એક મહિલા પોતાના પતિની હરકતોથી કંટાળી ગઈ છે અને તેણે આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરી છે. વડોદરાની સ્વાતી (નામ બદલ્યું છે)ના લગ્ન જતિન (નામ બદલ્યું છે) સાથે થયા અને લગ્ન પહેલા સ્વાતીએ નક્કી કર્યું હતું કે તે આગળ પણ ભણશે પરંતુ લગ્ન પછી જતિને તેને ભણવા ન દીધી અને તેનું આગળ ભણવાના સપના પર ત્યાં જ પૂર્ણવિરામ મુકાવા લાગ્યું. આ દરમિયાન સ્વાતીએ એક સરકારી વિભાગમાં નોકરી શરુ કરી પરંતુ જતિન તેના પર વહેમાવા લાગ્યો અને તેણીને નોકરી પણ છોડવાનું કહ્યું. સતત સ્વાતીને પોતાના સપનાઓ ચકનાચુર થતા દેખાવા લાગ્યા.
દરમિયાનમાં તેમને સંતાનમાં પુત્રીનો જન્મ થયો, જોકે જતિન છત્તાં તેના પર વહેમ રાખતો હતો અને પિયરમાંથી દહેજ લાવવા દબાણ કરતો રહેતો. જોકે હવે પોતે એકલી નથી અને દીકરી પણ છે તેના વિચાર સાથે તે જતિનના તમામ ત્રાસ સહન કરતી રહી. જોકે તેમના વચ્ચે તે સંબંધો વધુ યોગ્ય થયા નહીં પરંતુ આ દરમિયાનમાં તેણે વધુ એક સંતાનને જન્મ આપ્યો પણ જતિનમાં કોઈ ફેર પડ્યો નહીં. બાળકોના ભણતર અને ભવિષ્યના પગલે સ્વાતી વડોદરામાં જતિન સાથે રહેવા આવી અને ઘરે આર્થિક ટેકો થાય તે માટે તેણે બ્યૂટી પાર્લરના ક્લાસ કર્યા. બંનેનું લગ્નજીવન ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું, પણ એક દિવસ એવું બન્યું કે સ્વાતીના પગ તળેથી જમીન ખસી ગઈ.
સ્વાતીએ જતિનના ફોનમાં કેટલાક બિભત્સ ચેટ અને જતિને મહિલાના વસ્ત્રો પહેર્યા હોય તેવા ફોટોઝ જોવા મળ્યા. આંખો આ સ્વિકારવા તૈયાર ન્હોતી પરંતુ નરી આંખે જોયેલું સત્ય તેના માટે અત્યંત પીડાજનક બન્યું. તેણે આ મામલે તપાસ કરી પરંતુ તેમાં પણ તેને જાણવા મળ્યું કે જતિન વ્યંઢળ સમાજના કેટલાક વ્યક્તિઓના સંપર્કમાં છે. વિકૃત પતિની આ હરકતો સ્વાતી માટે ડિપ્રેશન લઈને આવી. જતિન ઘરમાં પણ ઘણી વખત વિકૃત હરકતો કરતો અને સ્વાતી પર તો તે સતત પરેશાનીઓનો ખડકલો થોપી દેતો. તે દીકરી સામે પણ આવી કઢંગી હરકતો કરતો. તે કહેતો કે જ્યાં સુધી તારી સાથે છું ત્યાં સુધી તારે મારો ત્રાસ તો સહન કરવો જ પડશે. જતિનથી સ્વાતી સતત પરેશાન રહેતી અને આખરે તેણે કાયદાનો દરવાજો ખટખટાવ્યો અને પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












