Friday, November 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં બેકાબૂ કારે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા: 4 લોકોને ઈજા, BRTS કોરિડોરની...

અમદાવાદમાં બેકાબૂ કારે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા: 4 લોકોને ઈજા, BRTS કોરિડોરની રેલિંગ તોડી અંદર ઘૂસી

- Advertisement -

Ahmedabad Godasar Bridge accident: અમદાવાદના ઘોડાસર બ્રિજ નજીક બેકાબૂ બનેલી કારે બે ટુ-વ્હીલરને અડફેટે લેતાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પૂરઝડપે આવી રહેલી કાર ટુ-વ્હીલરને ટક્કર માર્યા બાદ BRTS કોરિડોરની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ગંભીર કે જીવલેણ ઈજા થઈ નથી.

મળતી માહિતી મુજબ, ઘોડાસર બ્રિજ નજીકના માર્ગ પરથી એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કારચાલક નશાની હાલતમાં બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હતો. આ દરમિયાન કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ હતી. બેકાબૂ કારે રસ્તા પરથી પસાર થતાં બે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર બાદ પણ કારની ગતિ ઓછી ન થતાં તેણે કોરિડોરની રેલિંગ તોડી નાખી હતી.

- Advertisement -

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કારનું ટાયર અચાનક ફાટી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આમ, સ્થાનિકોએ કારચાલક નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ટાયર ફાટવાનું હોવાનું જાણવા મળ્યું હતું.

આ અકસ્માતમાં બંને ટુ-વ્હીલર પર સવાર કુલ ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ચારેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે અકસ્માતમાં જાહેર મિલકત એવી BRTS કોરિડોરની રેલિંગને પણ નુકસાન થયું હોવા છતાં આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular