Tuesday, June 30, 2026
HomeGeneralUNSCમાં રશિયાએ યુક્રેન મામલે લગાવ્યો વીટો, ભારતે હુમલાની કરી નિંદા, યુક્રેને ભારતીયોને...

UNSCમાં રશિયાએ યુક્રેન મામલે લગાવ્યો વીટો, ભારતે હુમલાની કરી નિંદા, યુક્રેને ભારતીયોને શું કહ્યું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ યુક્રેન પર રુસી હુમલા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં શુક્રવારે ચર્ચા દરમિયાન રુસે તે પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો છે. જેમાં યુક્રેનના સામે રુસની આક્રમકતાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને રુસી સૈનિકોની તાત્કાલીક વાપસીની માગ કરવામાં આવી હતી. જોકે રુસથી આ એક પગલાની અપેક્ષા પહેલાથી જ કરવામાં આવી રહી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે મતદાન પછી કહ્યું, “મને એક વાત સ્પષ્ટ કરવા દો. રશિયા, તમે આ ઠરાવને વીટો કરી શકો છો, પરંતુ તમે અમારા અવાજને વીટો કરી શકતા નથી. તમે સત્યને વીટો કરી શકતા નથી.” અમારા સિદ્ધાંતોને વીટો કરી શકતા નથી, તમે યુક્રેનિયન લોકોનો વીટો કરી શકતા નથી.”

- Advertisement -



મતદાન પહેલાં, થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું હતું કે યુક્રેન પરનો રશિયન હુમલો “એટલો દુસ્સાહસિક અને એટલો બેશર્મ છે કે તે આપણી આંતરરાષ્ટ્રીય સિસ્ટમ માટે એક મોટો ખતરો છે કારણ કે આપણે જાણીએ છીએ.” તેમણે કહ્યું આપણી જવાબદારી છે કે તેને આપણે બહુ દુર જઈને ન જોઈએ… આપણી ફરજ છે કે ઓછામાં ઓછું તેના પર આપણે વાંધો તો ઉઠાવીએ જ.

યુક્રેને એક એડવાઈઝરીમાં કહ્યું છે કે, યુક્રેનના પશ્ચિમી શહેરોમાં ભોજન અને પાણીની ચીજો સાથે લોકો જ્યાં છે ત્યાં જ રહે, જાતે બોર્ડર પર પહોંચી જવા કરતા, ત્યાં જ રહેવું સારું છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે પૂર્વી શહેર જેવા કે ખારકીવમાં જે ભારતીય ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, તે આગામી નિર્દેશ સુધી ઘરની અંદર જ રહે અથવા જ્યાં રોકાયા હોય ત્યાં જ રહે. યુક્રેનમાં ભારતીય દુતાવાસે આજે સવારે ટ્વીટ કર્યું, વિવિધ સીમાઓ ચોકીઓ પર સ્થિતિ સંવેદનશીલ છે અને દુતાવાસ આપણા પડોસી દેશોમાં આપણા દુતાવાસોના સાથે મળીને આપણા નાગરિકોને કાઢવા માટે કામ કરી રહ્યું છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular