નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે અવનવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ત્યારે બે દિવસ અગાઉ અમદાવાદ એરપોર્ટ પરથી આફ્રિકન યુવતી શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી. તે દરમિયાન યુવતીઆ પેટમાંથી 50થી વધુ ડ્રગ્સની કેપ્સ્યુલ હોવાનું સામે આવ્યું હતું. જો કે આ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.
પ્રાપ્ત માહિત અનુસાર, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્યાથી આવેલી યુવતીની હિલચાલ કસ્ટમ વિભાગને શંકાસ્પદ લાગતા તેની અટકાયત કરી હતી. તે દરમિયાન તેના પેટમાં ડ્રગ્સની કેપ્સ્યુલ હોવાનું સામે આવ્યું હતું. તેથી કેન્યાથી આવેલી યુવતી શિખોલી ડાયના (ઉં.35, કેનિયા)ને સિવિલ હોસ્પિટલ લઈ જઈ પેટમાંથી કેપ્સ્યુલ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સારવાર દરમિયાન યુવતીની તબિયત લથડતા તેને આઇસીયુમાં લઈ જવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજયું હતું. યુવતીના પેટમાં જે ડ્રગ્સની કેપ્સ્યુલ હતી તે કોકૈન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પેટમાં રહેલી કેપ્સ્યૂલ પૈકી કોઈ એક કેપ્સ્યૂલ ફાટી જતા મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ અંગે વધુ વિગત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવી શકે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












