પ્રશાંત દયાળ (શતરંજ-94, નવજીવન ન્યૂઝ): પંતનું છેલ્લું વાક્ય પરમાર માટે સ્ફોટક હતું. પંતની તપાસ હોમ-મિનિસ્ટર અમર ઠાકોર તરફ જઈ રહી હોવાનો અછડતો ઉલ્લેખ વિવેક પંતે કરી દીધો હતો. સાંજના સાત થઈ ગયા હતા. આખા દિવસમાં પંત માત્ર વછરાજાની અને જાડેજા સાથે જ વાત કરી શક્યા હતા. જોકે બંને પાસેથી કંઈ ખાસ વિગતો મેળવી શક્યા ન હતા. પરમાર ફરી તેમને ગાંધીનગર પોલીસ સ્ટેશનના લૉકઅપમાં મૂકી સીઆઇડી ક્રાઇમ પાછા આવ્યા. પંત પોતાની ઑફિસમાં જ હતા. પરમાર પંતની ચેમ્બરમાં આવ્યા. પંતે તેમને બેસવાનો ઇશારો કરી કેટલીક પેન્ડિંગ ફાઈલો ઉપર જરૂરી નોંધ મૂકી પટાવાળાને ફાઈલો લઈ જવાની સૂચના આપી. ફાઈલ લેવા પટાવાળો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે “મૈં ભી થોડી દેર મેં નિકલૂંગા, તુમ ભી નિકલો.”
પંત હવે રિલૅક્સ હતા. તેમણે પરમાર સામે જોતાં પૂછ્યું, “બોલો પરમાર, કુછ હૈ?” પરમારે વિગત આપતાં કહ્યું, “સર, યહીં સભી વેપન આ ગયે. મૈંને ફોરેન્સિક મેં ભેજ દિયા હૈ.” પંતને યાદ આવ્યું : “અચ્છા હુઆ, મેરી ભી એફએસએલ ડિરેક્ટર સે બાત હો ગઈ હૈ, ઉન્હોંને દો દિન મેં બેલિસ્ટિક રિપોર્ટ ભેજ દેગે ઐસા બતાયા હૈ.” પંત નીકળવા માગતા હતા. પરમારે પૂછ્યું : “સર, એક બાત પૂછ સકતા હૂં?” પંત પાછા ખુરશીમાં નિરાંતે બેઠા. પરમારે પૂછ્યું : “સર, આપને જાડેજા સર કે સામને હોમ-મિનિસ્ટર સા’બ કા જિક્ર કિયા!” પંત હસવા લાગ્યા : “મુઝે માલૂમ હી થા, પરમાર, તુમ મુઝે યહ બાત પૂછેંગે.” પછી તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું, “મૈં કોઈ બાત હવા મેં નહીં કરતા”, તેમ કહી તેઓ ઊભા થયા. તેમના કબાટમાં પડેલી નિઝામ કેસની ફાઈલ લઈ બેઠા. કેટલાંક પાનાં ઉથલાવ્યાં અને જાડેજાની કૉલ-ડિટેઇલ કાઢી.” પરમારને બતાવતાં કહ્યું, “દેખો, નવેમ્બર મેં ક્રાઇમ કી ટીમ સોલાપુર ગઈ થી. જાડેજા ઇસ દૌરાન કિસસે બાત કરતા થા? એક કૉલ મંત્રીજી કે સાથ ઔર દૂસરા કૉલ વછરાજાની કો હોતા થા. પૂરે તીન દિન તક યહ સિલસિલા ચલતા રહા. ઉસકા મતલબ સાફ હૈ કિ હમારી પુલિસ પાર્ટી સોલાપુર ગઈ વો બાત મંત્રીજી જાનતે થે.” પછી કેટલાંક પાનાં ફેરવી તેમણે બીજી કૉલ-ડિટેઇલ બતાવી : “દેખો યહ કૉલ-ડિટેઇલ રાજેશ મરાઠા કી હૈ. જો ફોન જાડેજા ઇસ્તેમાલ કરતા થા. ઇસ ફોન પે રામને કઈ બાર બાત કી હૈ. જબ નિઝામ કો બસ સે ઉતારા ગયા ઉસકે પહલે રામને ફોન કરકે જાડેજા કો ટિપ-ઑપ દિયા થા. રામ કે સાથ બાત કરને કે બાદ દેખો, જાડેજા તુરંત હી મંત્રીજી સે બાત કરતા હૈ. મંત્રી કે બાદ તુરંત જાડેજા વછરાજાની કો કૉલ કરતા હૈ.”
વછરાજાનીની કૉલ-ડિટેઇલ બતાડી કહ્યું, “દેખો વછરાજાની જાડેજા કે સાથ બાત કરને કે બાદ દિનેશ નાયર સે બાત કરતે હૈં.” દિનેશ કા ટાવર લોકેશન સોલાપુર દિખાતા હૈ. તુમ્હેં યાદ હોગા પરમાર, આજ મૈંને જાડેજા કો બતાયા કી રાઇટર-ડિરેક્ટર ઔર પ્રોડ્યૂસર તુમ્હી હો. અબ બાત સમજ મેં આતી હૈ.” પરમારને હવે લાગ્યું કે, ખરેખર પંત દિવસે જે કંઈ કહી રહ્યા હતા તેનું તથ્ય તેમની પાસે હતું. એક પણ આરોપીની કબૂલાત વગર પંત પાસે ઘણુંબધું હતું. ફરી વખત પંતે જાડેજાની કૉલ-ડિટેઇલ બતાવતાં કહ્યું, “દેખો નિઝામ કા ઍન્કાઉન્ટર હુઆ ઉસકી અગલી રાત ૧૨:૪૦ કો જાડેજા ઔર મંત્રીજી બાત કરતે હૈં. સોચો ઇતની રાત દોનોં મેં ક્યા બાત હુઈ હોંગી. દૂસરે દિન કી ડિટેઇલ દેખો. નિઝામ કે ઍન્કાઉન્ટર કી ઘટના કે દસ મિનટ બાદ હી જાડેજા ઇતની જલદી મંત્રી કો કૉલ કરતા હૈ.”
પરમાર વિચાર કરવા લાગ્યા. પરમારે કહ્યું, “લેકિન સર, ઐસા ભી હો સકતા હૈ… અકોર્ડિંગ ટુ એટીએસ કી થિયરી જો થી કિ નિઝામ ટેરરિસ્ટ થા, ઇસી લિયે જાડેજાસરને મંત્રી કો કૉલ કરકે બતલા દી હો.” પંતે કહ્યું : “હો સકતા હૈ. મંત્રી કો બતાના કોઈ ગેરકાનૂની કામ નહીં હૈ. લેકિન અગર માન લો સીઆઇડી ક્રાઇમ મેં કોઈ ઘટના હોતી હૈ, તો સબસે પહલે તુમ કિસકો બતાઓગે?” પરમારે કહ્યું, “ઓબ્વિયસલી આપ કો હી.” “એકદમ સહી કહા. એક ટેરરિસ્ટ અહમદાબાદ મેં એન્ટ્રી લેતા હૈ, રાજસ્થાન પુલિસ કો ઇન્ફર્મેશન મિલતી હૈ. યહ ઇનપુટ એટીએસ કે સાથ શેર કિયા જાતા હૈ, લેકિન એટીએસ ઇસ બાત કી જાનકારી અપને કોઈ સિનિયર કો નહીં દેતા. ડીજીપી સા’બ કો ભી નહીં. ઔર બાદ મેં ઍન્કાઉન્ટર કે બાદ ભી જાડેજા અપને કોઈ સિનિયર કો ફોન કરને કે બજાય સીધા મંત્રી કો બતાતે હૈં ઉસકા મતલબ ક્યા સમજા જાય?”
પરમારને લાગ્યું કે પંતની વાતમાં દમ છે. તે જ ક્ષણે રાજ્યમાં ઍન્કાઉન્ટરના નામે કેટલી મોટી રમતો રમાઈ ગઈ, તેનો અંદાજ આવતાં એક ક્ષણ માટે કંપારી પણ છૂટી ગઈ. પરમારે અનેક સિનિયર પોલીસ-અધિકારીઓ સાથે કામ કર્યું હતું પણ પંતની જેમ વિચારી શકે તેવો ઇન્વેસ્ટિગેટર પહેલો મળ્યો હતો. પરમારને લાગ્યું કે ખરેખર પહેલાં પંત જેવા કોઈ સિનિયર મળ્યા હોત તો ઘણું શીખવા મળતું. પરમાર વિચારી રહ્યા હતા, ત્યારે પંતે પૂછ્યું : “બોલો, અભી કોઈ સવાલ તો નહીં?” પરમારની જિજ્ઞાસાનો અંત નહોતો આવ્યો. તેમણે પૂછ્યું : “તો ક્યા સર, હમ મંત્રી કો એક્સક્યૂઝ બના સકતે હૈ?” પંતે કહ્યું, “ના, અભી નહીં. સિર્ફ કૉલ-ડિટેઇલ પે કિસી કો આરોપી નહીં બના સકતે હૈં. સુપ્રીમ કોર્ટ કા જૈન હવાલા રૅકેટ મેં એક જજમેન્ટ ભી હૈ.. જૈન ડાયરી કેસ મેં અડવાણીજી કા નામ હૈં. લેકિન સિર્ફ ડાયરી ઔર કૉલ-ડિટેઇલ પે કામ નહીં ચલેગા. કોઈ વિટ્નેસ યા સપૉર્ટિવ એવિડન્સ ભી હોના ચાહિયે.”
પંત એકદમ ઊભા થયા. તે બીકે કે પરમાર પાછો કોઈ સવાલ પૂછશે તો ઘરે જવામાં મોડું થશે. પંતે ઘડિયાળ બતાવતાં કહ્યું, “દેખો પરમાર, સાડે આઠ હોને આયે. બીવી ઘર સે નિકાલ દેગી તો ઑફિસ મેં હી સોના પડેગા. ચલો નિકલતે હૈં.” પરમાર પણ ઊભા થયા અને સલામ કરતાં કહ્યું, “ગુડ નાઇટ સર.” પંતે દરવાજા પાસે પહોંચતાં કહ્યું, “એક કામ કરો… કલ સુબહ સીધા ગાંધીનગર પોલીસ સ્ટેશન હી ચલે જાઓ ઔર દોસ્તોં કો લેકે હી યહાં આના. કલ મિલતે હૈં.” તેમ કરી પંત સીડી દ્વારા સડસડાટ નીચે ઊતરી ગયા.
(ક્રમશઃ)








