નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: દેશને આઝાદ થયાને 75 વર્ષ થઈ ગયા છે, હાલ કેન્દ્ર સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે ‘આઝાદી કા અમૃતમહોત્સવ’ ઉજવી રહી છે. તેમ છતાં આપના દેશમાં હજુ પણ જાતિવાદી માનસિકતા દૂર થઈ નથી. અવાર-નવાર દલિત અને આદિવાસી સાથે તેમની જાતિને લઈને અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વડોદરામાં (Vadodara) ફરી એક આવી ઘટના સામે આવી છે. એક દલિત પરિવારમાં (Dalit Family) વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થઈ જતાં તેમના અંતિમ સંસ્કાર (Funeral) ગામના સ્મશાનમાં ન કરવા દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો અને 13 લોકો સામે એટ્રોસીટી એક્ટ (atrocity act) અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ, વડોદરાના ગામેઠા ગામમાં એક દિવસ અગાઉ દલિત પરિવારના મોભી કંચન પરમારનું કુદરતી મૃત્યુ થયું હતું. ત્યારે પરિવારજનો ગામમાં આવેલા સ્મશાનમાં અંતિમ વિધિ કરવા માટે ગયા હતા. તે દરમિયાન દલિત હોવાથી ગામના સરપંચના પતિ સહિત અન્ય જાતિના લોકોએ કંચન પરમારના મૃતદેહને સ્મશાનમાં અંતિમ વિધિ ન કરવા દેતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા વડૂ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમ્રગ મામલો થાળે પાડી વૃદ્ધ કંચન પરમારની અંતિમ વિધિ કરાવી હતી. આ ઘટના બાદ દલિત પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જાતિવાદ બંધ કરો અને ન્યાય આપોના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.
આ ઘટનાને લઈ મૃતક પરિવારે ગામના સરપંચના પતિ તેમજ અન્ય જાતિના 13 લોકો સામે વડૂ પોલીસ મથક ખાતે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ તમામ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








