Saturday, April 18, 2026
HomeGujaratસાબરકાંઠા: તબીબની બેદરકારીના કારણે એક માસૂમે જીવ ગુમાવ્યો, પરિવારમાં ભારે આક્રોશ

સાબરકાંઠા: તબીબની બેદરકારીના કારણે એક માસૂમે જીવ ગુમાવ્યો, પરિવારમાં ભારે આક્રોશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: સાબરકાંઠમાં (Sabarkantha) તબીબની બેદરીકારીના કારણે બાળકનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જેને લઈ સમ્રગ ઉહાપોહ મચી જતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકના મૃત્યુથી પરિવારજનોના રોષના પગલે તબીબ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. જોકે આ મામલે પીડિત પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. બીજી તરફ બોગસ ડૉકટર હોવાની પણ ચર્ચાઓ વેગવાન બની છે. જેને લઈ પોલીસે દ્વારા આરોગ્ય વિભાગને સમ્રગ મામલે જાણ કરી છે. હાલ આરોગ્ય વિભાગની તપાસ બાદ જ સાચુ કારણ જાણી શકાશે કે તબીબ બોગસ હતો કે પછી અસલી. પરંતુ આ મામલાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સબારકાંઠાના પોશીનના કોટડા ગઢી વિસ્તારમાં રહેતા એક પરિવારના 2 વર્ષના બાળકને સખત તાવ આવતા સારવાર માટે પરિવારજનો ગામમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર તબીબે બાળકને ઈન્જેકશન આપતા બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં ભારે હોબાળો મચાવ્યો છે. જેથી ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ તબીબ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ભારે અરાજકતાના પગલે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગ્રામજનોનો આક્રોશ ઠંડો પાડ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે ડૉકટરની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ થયું છે.

- Advertisement -

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ મામલે પીડિત પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જોકે બીજી તરફ તબીબ બોગસ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જેને લઈ પોલીસ દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે. હવે આરોગ્ય વિભાગની તપાસ બાદ તબીબ અસલી છે કે નકલી તે જાણી શકાશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular