નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News : જીવનમાં દરેક માણસને પોતાનું ઘર હોય તે સપનું હોય છે. પોતાનું ઘર ખરીદવા વ્યક્તિ જીવન પર્યંત તનતોડ મહેનત કરે છે. ત્યારે માંડ નાનું મોટું મકાન ખરીદી શકે છે. ત્યારે બિલ્ડર જે પોતે જ મકાન બનાવી લોકોને વેચે છે, તે જ ખરીદનાર ગ્રાહકો સાથે છેતરપિંડી (Cheating) કરે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની પર તિરસ્કાર જન્મે. ત્યારે સ્કીમના નામે બાનાખત કર્યા બાદ પણ એક જ ફ્લેટ એક કરતાં વધુ લોકોને વેચી 5 કરોડથી વધુની છેતરપીંડી (Scam) કરનારા બિલ્ડરની ધરપકડ કરવાની વાત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરામાં જયેશ પટેલ નામના બિલ્ડરે સત્યા ડેવલોપર્સના નામે પેઢી શરૂ કરી હતી. જયેશ પટેલે સત્યા ડેવલોપર્સ પેઢી અંતર્ગત સ્ટાર રેસિડેંસીનો પ્રોજેકટ પણ શરૂ કર્યો હતો. જેમાં જયેશ પટેલ દુકાનો અને મકાનો વેચવાનું બુકીંગ શરૂ કર્યું હતું. આરોપી જયેશ પટેલે પ્રોજેકટ પૂર્ણ કરતાં પહેલા જ બાનાખત કર્યા બાદ એટલે કે એક વ્યક્તિને ફ્લેટનું વેચાણ કરી રૂપિયા લઈ લીધા હોવા છતાં એ જ ફ્લેટ અન્ય લોકોને પણ વેચી રૂપિયા પડાવ્યા હતા. જયેશ પટેલ સામે વર્ષ 2022થી 2023 સુધી વીસથી વધુ છેતરપીંડીની ફરિયાદો નોંધાઈ હતી. જેથી ગોત્રી પોલીસ દ્વારા જયેશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન થયા હતા. પરંતુ જયેશ પોલીસની પકડામાં આવતો ન હતો.
જયેશ પટેલ કરોડોની છેતરપીંડી કરી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. આરોપી વિદેશ ન ભાગી શકે તે માટે જયેશ પટેલ વિરુદ્ધ લુક આઉટ નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. આરોપીની વિદેશ ભાગી જવાની પોલીસની આશંકા સાચી હતી. કારણ કે, જયેશ પટેલ વિદેશ ભાગી જવા મુંબઈ એરપોર્ટ પર ગયો હતો. એરપોર્ટ પર ઈમિગ્રેશન સમયે જયેશ પટેલના પાસપોર્ટ નંબરના આધારે જડપાઈ ગયો હતો. ઈમિગ્રેશન વિભાગને શંકા જતાં આરોપીને ડિટેન્શન સેન્ટરમાં બેસાડી દીધો હતો. વધુ તપાસ કરતાં જયેશ પટેલ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવતા ગોત્રી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઇમિગ્રેશન વિભાગની જાણના પગલે ગોત્રી પોલીસ જયેશ પટેલનો કબજો લેવા મુંબઈ રવાના થઈ હતી. જયેશ પટેલનો કબજો લઈ તપાસ કરતાં પોતે તુર્કી જઈ ત્યાંથી યુએસ ભાગવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને કોણે મદદ કરી તેમજ તુર્કી અને યુએસમાં પણ કોની મદદ મળી રહી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796