Thursday, June 4, 2026
HomeNationalગુજરાતી યાત્રીઓને નડ્યો ગોઝારો અકસ્માત, 11 યાત્રીઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યુ અને 20થી...

ગુજરાતી યાત્રીઓને નડ્યો ગોઝારો અકસ્માત, 11 યાત્રીઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યુ અને 20થી વધુ ગંભીર રીતે ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરતપુર: યાત્રીઓ ભગવાનના દર્શન કરવા દેશના ખૂણામાં આવેલા કોઈપણ મંદિરમાં એક શ્રદ્ધા, વિશ્વાસ સાથે જતાં હોય છે. પોતાના જીવનની દોર જ્યારે ડગમગાવા લાગે છે ત્યારે માણસ ઈશ્વરને શરણે જાય છે. પણ જ્યારે ઈશ્વરની શરણમાં જતાં જ જીવનની દોર કપાઈ જાય ત્યારે ભાવિકની ઈશ્વર પરની આસ્થાને લઈને સવાલ ઊભો થાય છે. ગુજરાતનાં યાત્રીઓ મથુરા દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે કદાચ ઈશ્વરને પોતાના દર્શન કરવા આ ગુજરાતી યાત્રીઓ આવે તે મંજૂર નહીં હોય. રાજસ્થાનના (Rajasthan) ભરતપુર જીલ્લામાં ગુજરાતી યાત્રીઓનો ગોઝારો અકસ્માત (Accident) થવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ગુજરાતી યાત્રીઓ ભગવાનના દર્શન કરવા મથુરા જઈ રહ્યા હતા. ત્યારે જયપુર-આગ્રા હાઈવે પર નદબઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે (agra jaipur highway acccident) પર હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. ડ્રાઈવરે બસને રોડની બાજુમાં ઊભી રાખી બસને રીપેર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે બસને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતી. બસમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓ પૈકી 11 યાત્રીઓ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે 20થી વધુ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા 11 યાત્રીઓ પૈકી 6 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડયા હતા. જેમાં 11 યાત્રીઓને મૃત જાહેર કર્યા હતા તથા 20 થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી. ઘટનાને પગલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular