Saturday, October 12, 2024
HomeGujaratAhmedabadઓરિએન્ટલ ઇન્સ્યોરન્સના સ્થાપના દિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સના સ્થાપના દિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

- Advertisement -

રમેશ વૈશ્ય (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રક્તદાતા એક જ વખત રક્તદાન (Blood Donation) કરીને ત્રણ જીવનદાન આપી શકે છે અને એટલે રક્તદાન કરવું અગત્યનું છે; ભારત જેવાં દેશમાં તો સવિશેષ કારણ કે, અહીંયા હજુ પણ રક્તદાન લઈને જાગૃતતા આવ્યા છતાં વર્ષે જરૂરિયાતના પ્રમાણમાં દસ લાખ યુનિટ લોહી ઓછું મેળવી શકાય છે. આ માટે દેશભરમાં અલગ-અલગ સંસ્થા પ્રયત્નશીલ છે. હાલમાં અમદાવાદમાં (Ahmedabad) ઓરિએન્ટલ વીમા કંપની (Oriental Insurance Company) દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનું નિમિત્ત ઓરિએન્ટલ વીમા કંપનીનો 77મો સ્થાપના દિવસ હતો. આ કેમ્પ યોજવામાં સહયોગ ઇન્ડિયન રેડ ક્રોસ રહ્યો. છેલ્લા પચ્ચીસ વર્ષથી ઓરિએન્ટલ વીમા કંપની સ્થાપના દિવસે આ રીતે બ્લડ કેમ્પનું આયોજન કરે છે. પબ્લિક સેક્ટરની આ કંપની વીમાના વ્યવસાય સાથે પોતાની સમાજ પ્રત્યેનું ઉત્તરાદાયિત્વ પણ નિભાવે છે.

આ બ્લડ કેમ્પમાં સૌનું ધ્યાન વીમા કંપનીના અધિકારી 55 વર્ષના સ્નેહલ શાહ પર રહ્યું. તેઓ 117મી વાર બ્લડ ડોનેટ કરી રહ્યા હતા. સ્નેહલ શાહે પોતાને ચુસ્તદુરસ્ત રાખવા માટે નિયમિત રીતે રમતગમતમાં ભાગ લે છે. તેઓ સારા ક્રિકેટર છે અને સાઇક્લોથન સ્પર્ધામાં પણ તેઓ જિલ્લા સ્તરે ક્રમાંક મેળવી ચૂક્યા છે. આ પૂરા કેમ્પમાં ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સના અન્ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો અને 39 યુનિટ રક્તદાન થયું હતું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular