Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નકલી નોટનું કારખાનું ઝડપાયું, પોલીસે 25 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપ્યો

અમદાવાદમાં નકલી નોટનું કારખાનું ઝડપાયું, પોલીસે 25 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં નકલી નોટ (Fake Note) બજારમાં પહોંચે તે પહેલા પોલીસે ઝડપી પાડી છે. અમદાવાદ પોલીસે (Ahmedabad Police) લાખો રૂપિયાની નકલી ચલણી નોટ સાથે ત્રણ યુવાનોને દબોચ્યા છે. જોકે આ યુવાનો જાતે જ નોટ છાપતા (Printing Fake currency note) હોવાનું પાલીસ તપાસમાં સામે આવ્યું છે. યુવાનોએ નોટ છાપવા માટે એક મકાન પણ ભાડે રાખ્યું હતું. નકલી નોટ મામલે પોલીસ ત્રણ યુવાનોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ઝોન 2 LCBના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ ઈકો કારમાં નકલી ચલણી નોટ સાથે ચાંદખેડામાંથી પસાર થવાનો છે. માહિતી મળતાની સાથે જ પોલીસકર્મીઓએ વૉચ ગોઠવી દીધી હતી. માહિતી મુજબની ઈકો કાર પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા એક બેગમાંથી રૂપિયા 500ના દરની નકલી નોટના 20 બંડલ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 10 લાખ થાય છે.

- Advertisement -

પોલીસ શૈલેષ નામના વ્યક્તિની ધરપકડ કરી આગવી રીતે પુછપરછ કરતાં આરોપીએ કબૂલાત આપી હતી કે, તેનો મિત્ર પરાગ અને અન્ય બે મિત્રોની મદદથી દાસ્તાન સર્કલ પાસે એક મકાન ભાડે રાખીને નકલી ચલણી નોટ છાપતા હતા. લેપટોપ અને કલર પ્રિન્ટરના આધારે તેઓ નકલી નોટો બનાવતા હતા. આરોપીના જણાવ્યા મુજબના સ્થળ પર પોલીસે દરોડો પાડતા પોલીસને મકાનમાંથી રૂપિયા 500ના દરની નકલી નોટના 30 બંડલ, 200ના 5 બંડલ, લેપટોપ, કલર પ્રિન્ટર સહિતના મશીન મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ 4 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદના હોવાનું સામે આવ્યું છે.

TAG: Ahmedabad News, Fake note factory caught in Ahmedabad, નકલી નોટનું કારખાનું ઝડપાયું

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular