નવજીવન ન્યૂઝ.વડોદરાઃ Vadodara News: વડોદરા શહેરમાં એક એવી ઘટના બની કે તમે સાંભળીને ચોંકી ઉઠશો. વડોદરા શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં 12 માં સફાઈ કામદાર (VMC Cleaner) તરીકે ફરજ બજાવતા શાંતિલાલ સોલંકીને ગત તારીખ 22 એપ્રિલ 2023 શનિવારના રોજ પંજાબ નેશનલ બેંક (PNB) દ્રારા 16 કરોડની બાકી લોનની નોટીસ (16 Crore Notice) ફટકારવામાં આવી હતી. જેના કારણે પરિવારને આટલા બધા રૂપિયા કયાંથી લાવવા અને કેવી રીતે ભરપાઈ કરવી તેની ચિંતા હતી. આ ચિંતામાં શાંતિલાલભાઈના નાનાભાઈ જગદિશભાઈ સોલંકીનું ગઈકાલે હાર્ટ એટેકથી અવસાન થયું હતું.
શાંતિલાલભાઈ સહપરિવાર વડોદરાના આજવા રોડ પાસે આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહે છે. શાંતિલાલભાઇ VMC ના સફાઈ સેવક તરીકે ફરજ બજાવે છે. તે કહે છે કે, અમારે મહિનાની 35 કે 40 હજાર આવક છે. મારું બેંક અકાઉન્ટ માત્ર બેંક ઓફ ઇન્ડિયામાં જ છે અને મારા ઘરની લોન પણ ચાલે છે. મારે પંજાબ નેશનલ બેંકમાં કોઈપણ પ્રકારનું ખાતું ચાલતું નથી. છતાં મારા ઘરે 3 અપ્રિલના રોજ પંજાબ નેશનલ બેંકમાંથી 16 કરોડ 50 હજાર 300 રૂપિયાની વસૂલીની નોટીસ આવી હતી. વળી આ નોટિસમાં 4 મે સુધીમાં રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો મામલતદાર દ્વારા મકાન જપ્તી કરવાનું જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી રકમની ભરપાઇ કેવી રીતે કરવી અને જો ભરપાઈ નહીં થાય તો અમે ઘર વિહોણા થશું તેવા વિચારોથી આખો પરિવાર ચિંતામાં રહેતો હતો. આ ચિંતામાં નાનાભાઈની છત્રછાયા પણ ગુમાવવી પડી છે.
આ બાબતે તેમના વકિલ નિરજ જૈન જણાવે છે કે શાંતિલાલ સોલંકીને 16 કરોડ રૂપિયાની નોટીસ આપવામાં આવી હતી અને તેમને તેમનું મકાન સીલ થશે તેવી જાણ થતા જ તે મારી પાસે આવ્યા હતા. તેમને જે નોટીસ આપવામાં આવી તેનો અભ્યાસ કરીને અમે લોકોએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. આ એક પ્રકારનો મેન્ટલ એટ્રોસિટીનો કેસ છે, કેમ કે જે નોટીસ આપવામાં આવી તેમાં તો આર. સી. દત્ત રોડની મિલકત દર્શાવે છે જે તેમના નામની છે જ નહીં. તેમનું પોતાનું મકાન હાલ 5 કે 10 લાખની કિંમતનું છે. તો એક સામાન્ય કર્મચારી આટલી મોટી લોન કયાંથી લઈ શકે. આ ઘટનામાં શાંતિલાલને વહેલી તકે ન્યાય મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યાં છીએ.
સાથે વકીલે જણાવ્યું હતું કે આ બનાવમાં મોટી ભૂલ મામલતદારની થઈ હોય તેવી શકયતા દેખાય છે અથવા તો કોઈએ તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને બોગસ લોન લીધી હોય તેવું પણ બની શકે છે. પરંતુ આ પ્રકરણની ઉડાણણ પૂર્વક તપાસ થાય તે ખુબ જરૂરી છે.
TAG: Vadodara News, Vadodara Cleaner 16 crore Notice News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796