નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Video: સુરતમાં (Surat News) ગઈકાલે રાત્રે બે જુથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઘર્ષણ (Clash) થતા બંને જૂથ સામ-સામે આવી ગયા હતા. શહેરના ઓલપાડ વિસ્તારના કીમ બજારમાં બે જુથો વચ્ચે ઘર્ષણ થતા સળિયા, ફટકા, લાડકા અને પથ્થરમારા સાથે મારામારી કરીને બજારને બાનમાં લીધુ હતું. આ મારામારી અડધો કલાક સુધી ચાલતા બજારમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારે આવા લુખ્ખાગીરી કરતા અસામાજિક તત્વોને (Anti Social Elements) પોલીસે (Surat Police) કાયદાનો પાઠ ભણાવી જેલના સળીયા પાઠળ ધકેલ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ઓલપાડ વિસ્તારના કિમ બજારમાં ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે બે જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ઘર્ષણ થતા બંને જુથના કેટલાક લોકોએ જાહેર રસ્તા પર ઊતરી આવીને મારા મારી કરી હતી. સાથે સળિયા, ફટકા, લાડકા અને પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનાને લઈને બજારમાં લોકો ભયમાં મુકાયા હતા. સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. જેના પગલે વિસ્તારવાસીઓમાં ફફડાટ પેસી ગયો હતો અને પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં આવી હતી.
ત્યારે સુરતના જાહેર માર્ગ પર રાત્રિના સમયે ધીંગાણું કરી વાતાવરણ તંગ કરવા સબબ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર બાબતની જાણ પોલીસને થતા પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આતંક ફેલાવનારા આવારા તત્વોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. આશીયા નગરમાં ઓટલા પર બેસવા બેસવા માટે થયેલી મગજમારીમાં બંને જુથે કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સામ સામે ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યારે આજે કિમ પોલીસ સ્ટેશન દ્વારા આઠ આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. ઉપરાંત જે સ્થળ પર આ લોકોએ આતંક મચાવ્યો હતો ત્યાંના લોકોને ભય મુક્ત કરવા આરોપીઓને સ્થળ પર લઈ જઈને ઊઠક-બેઠક કરાવીને સરઘસ (Sarghas) પણ કાઠવામાં આવ્યું હતું.
TAG: Surat News, Surat Video, Surat Police Sarghas
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








