Tuesday, April 30, 2024
HomeGujaratAhmedabadઅતિક અહેમદ મામલે UP પોલીસની ટીમ સાબરમતી જેલ પહોંચી, અતિકે એન્કાઉન્ટરની ભીતિ...

અતિક અહેમદ મામલે UP પોલીસની ટીમ સાબરમતી જેલ પહોંચી, અતિકે એન્કાઉન્ટરની ભીતિ કરી હતી વ્યક્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Umesh Pal murder case: અમદાવાદની સાબરમતી જેલમાં (Sabarmati Central Jail Ahmedabad) તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi) સરપ્રાઈઝ વિઝીટ અને બાદમાં રાજ્યની તમામ જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગના કારણે જેલનો માહોલ ગરમ જોવા મળ્યો હતો. ત્યારે માનવામાં આવતું હતું કે સાબરમતી જેલમાં ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ અને કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ (Atiq Ahmad)કેદી હોવાના કારણે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત યુ.પી.ના પ્રયાગરાજમાં ઉમેશ પાલની સરાજાહેર હત્યા મામલે અતિક અહેમદનું નામ ખુલતા યુ.પી. પોલીસ (UP Police) ગુજરાતમાં પહોંચશે તેવી આશંકાઓ સેવાઈ રહી હતી. ત્યારે હવે યુ.પી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ગુજરાતની સાબરમતી જેલ આવી પહોંચતા અટકળોનો અંત આવ્યો છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ધારાસભ્યની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જેમાં પૂર્વ સાંસદ અતિક અહેમદના પુત્રોની સંડોવણી ખુલતા યુ.પી. પોલીસે સાંસદ પુત્રો સહિતનાઓની ધરપકડ કરી હતી. ત્યારે વાત સામે આવી હતી કે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદના ઈશારે ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે અતિક અહેમદની ધરપકડ માટે યુ.પી. પોલીસે તૈયારી કરી હતી. પરંતુ આજસુધી તેને ટ્રાન્સફર વૉરન્ટથી ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો નથી. પરંતુ આજરોજ સાબરમતી જેલમાં યુ.પી. STFની ટીમ આવી પહોંચતા અતિક અહેમદને ઉત્તર પ્રદેશ તપાસ માટે લઈ જવાય તેવી શક્યતાઓ છે.

- Advertisement -

મહત્વની વાત છે કે અતિક અહેમદ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેનું એન્કાઉન્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ સાથે સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હતો. ત્યારે હવે ઉત્તર પ્રદેશ STFની ટીમ ગુજરાત આવી પહોંચી છે અને અતિક અહેમદની તપાસ કરવા માટે યુ.પી. લઈ જવાય તેવી શક્યતાઓ છે. જોવાનું રહ્યું કે યુ.પી. પોલીસ હવે અતિક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જાય છે કે સાબરમતી જેલમાં જ પુરપરછ કરી તપાસ આગળ વધારશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular