નવજીવન ન્યૂઝ. મુંબઈ: Mumbai Press Club :રાહુલ ગાંધીને (Rahul Gandhi) સુરતની કોર્ટે 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ લોકસભાના સંસદ પર ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એ મામલે ગતરોજ શનિવારે રાહુલ ગાંધીએ દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું (Rahul Gandhi Press conference) આયોજન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ એક પત્રકારને (Journalist) ભાજપ માટે કામ કરતા હોવાનું કહી ‘હવા નિકલ ગઈ?’ કહ્યું હતું. આ મામલે પત્રકાર આલમમાં નારાજગી ફેલાતા મામલો ગરમાયો હતો અને મુંબઈ પ્રેસ ક્લબ (Mumbai Press Club) દ્વારા રાહુલ ગાંધીને આ શબ્દો પરત ખેંચી માફી માગવા માટે માગણી કરવામાં આવી છે
ઘટનાની વિગત એવી છે કે ગતરોજ શનિવારે રાહુલ ગાંધી દ્વારા દિલ્હી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ પોતાને સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કરવા મામલે પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે મુખ્ય મુદ્દો છે કે અદાણીને 20 હજાર કરોડ કેમ અને કોણે આપ્યા? પ્રધાનમંત્રી મોદી અને અદાણી વચ્ચેના સબંધો શું છે? પણ આ તમામ સવાલોથી ભાજપ ડરી રહ્યો હોય મુદ્દાને ભટકાવવા કોશીષ કરી રહ્યો છે. આ તકે એક પત્રકારે સવાલ પુછતા રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું હતું કે, ‘તમે શા માટે સીધા ભાજપ માટે કામ કરો છો? જો તમે ભાજપ માટે કામ કરવા માંગો છો તો ભાજપનો બેજ લગાવી આવો.’
રાહુલ ગાંધીએ ભરી પત્રકાર પરિષદમાં પત્રકારને ખખડાવતા કહ્યું કે તમે ભાજપ માટે કામ કરો છો પણ સવાલ કરતા શીખો. અને બાદમાં રાહુલે કહ્યું કે ‘ક્યું હવા નિકલ ગઈ?’ આમ રાહુલ ગાંધીએ પત્રકારને ભાજપ તરફી કામ કરતા હોવાનું કહેતા પત્રકાર આલમમાં રોષ ફેલાયો હતો. સાથે જ કેટલાક લોકોએ રાહુલ ગાંધીની આ વાત સાથે સહમતી પણ દર્શાવી હતી. એવામાં મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદનને વખોડતા કહ્યું છે કે, પત્રકારોનું કામ છે સવાલ કરવાનું, પણ રાહુલ ગાંધી ચોથા સ્તંભની મર્યાદા ચૂકી ગયા છે. તેમણે આ મામલે પત્રકારની માફી માગવી જોઈએ અને પોતાના શબ્દો પરત ખેંચવા જોઈએ.
TAG: Rahul Gandhi Press conference, Mumbai Press Club, apologise for humiliating journalist
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








