Jamnagar Mahila Police Station building damaged : જામનગર શહેરમાં એસપી ઑફિસ કમ્પાઉન્ડમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન પર આજે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું (Huge tree fell on the women’s police station) હતું. મહિલા પોલીસ સ્ટેશનનમાં કર્મચારીઓ કે અરજદાર હાજર નહીં હોવાથી આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. પોલીસ સ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હોવાથી પોલીસ સ્ટાફ બહાર બેસવા મજબૂર બન્યો છે.
જામનગર એસપી ઑફિસ કમ્પાઉન્ડમાં આજે સવારે એક વટ વૃક્ષ ધરાશાયી (Tree fell in the Jamnagar SP office compound) થઈ ગયું હતું. મહાકાય વૃક્ષ મહિલા પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ પર પડતા સીસીટીવી કેમેરા અને ફર્નિચર તૂટી ગયું હતું. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક મીટર અને વાયરિંગને નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાંની સાથે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કટર વડે મહાકાય વૃક્ષના થડ અને ડાળીઓ કાપીને હટાવી દીધી છે.








