Wednesday, April 22, 2026
HomeGujaratઅમરેલી: પિતા-પુત્રી પર ત્રાટકી વીજળી, પુત્રીનો આબાદ બચાવ પિતાએ અકાળે ગુમાવ્યો જીવ

અમરેલી: પિતા-પુત્રી પર ત્રાટકી વીજળી, પુત્રીનો આબાદ બચાવ પિતાએ અકાળે ગુમાવ્યો જીવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલીઃ Amreli news: ગુજરાતમાં હાલ ચોમાસાની (Monsoon 2023) શરૂઆત થઈ ચૂકી છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ (Rain) વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થતાં જ અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની પણ ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમરેલી (Amreli) જિલ્લામાં પણ વીજળી ((lightning) પડવાની ઘટના સામે આવી છે. જ્યાં વાડીએથી પરત ફરી રહેલા પિતા-પુત્રી પર વીજળી પડતાં પિતાનું મોત નિપજ્યું છે. જ્યારે પુત્રીનો ચમાત્કારીક રીતે બચાવ થયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલીના સોનારીયા ગામમાં ખેડુત બાલાભાઈ વાઘેલા અને તેમની 10 વર્ષીય પુત્રી ગઈકાલે સાંજના સમયે વાડીએથી ધરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ભારે વરસાદ શરૂ થતાં તેઓ પાદરે ઊભા રહી ગયા હતા. આ સમયે અચાનક આકાશમાંથી વીજળી ત્રાટકતા પુતા-પુત્રી પર વીજળી પડી હતી. આ બનાવ બનતા આધેડ બાલાભાઈનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમની સાથે રહેલી 10 વર્ષની પુત્રીનો આબાદ બચાવ થયો હતો.

- Advertisement -

આ બનાવની જાણ ગામના લોકોને થતાં સ્થળ પર દોડી આવ્યા હતા. આ બનાવમાં ભોગ બનારા પિતા-પુત્રીને તાત્કાલિક અરેલીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પિતાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્રીનો બચાવ થતાં તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ મજૂરી માટે ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે આ બનાવ બન્યો હતો. હાલ બાળકીની સ્થિતી સુધારા પર છે. આ બનાવ બુધવાર સાંજના સમયે બન્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular