Sunday, June 7, 2026
HomeGeneralત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબએ આપ્યું રાજીનામું, ધારાસભ્ય દળના નવા નેતાની ચૂંટણી...

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબએ આપ્યું રાજીનામું, ધારાસભ્ય દળના નવા નેતાની ચૂંટણી આજે

- Advertisement -




નવજીવન ન્યૂઝ.અગરતલાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યના રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું પત્ર સોંપ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ માહિતી આપી છે. જો કે દેવે કયા કારણોસર રાજીનામું આપ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી. બિપ્લબ કુમાર દેવે તેમના રાજીનામા પર કહ્યું કે પાર્ટી ઈચ્છે છે કે તેઓ સંગઠનની મજબૂતી માટે કામ કરે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ત્રિપુરામાં જ શનિવારે બીજેપી વિધાયક દળની બેઠક યોજાશે અને તેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા નેતાની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવ, વિનોદ તાવડેને નિરીક્ષક તરીકે મોકલવામાં આવશે.

ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે માર્ચ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી. ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભા છે. 43 ટકા મતો સાથે, ભાજપે રાજ્યમાં 36 બેઠકો જીતીને પ્રથમ વખત સરકાર બનાવી અને ત્યાં લાંબા સમયથી ચાલતા ડાબેરી શાસનનો અંત લાવ્યો. તે ચૂંટણીમાં ડાબેરી પક્ષોને માત્ર 16 બેઠકો મળી હતી. જ્યારે ત્રિપુરામાં લગભગ ત્રણ દાયકા સુધી ડાબેરીઓનું વર્ચસ્વ હતું.

- Advertisement -





બિપ્લબ કુમાર દેબના રાજીનામા પર તૃણમૂલ કોંગ્રેસે આકરી ટીકા કરી છે. તૃણમૂલ કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, બિપ્લબ કુમાર દેબ લોકોની આકાંક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓએ પહેલેથી જ ઘણું નુકસાન કર્યું છે. આ જ કારણ છે કે તેમની નિષ્ક્રિયતાથી તેમની પાર્ટીની ટોચની નેતાગીરી પણ નારાજ થઈ ગઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્રિપુરામાં ટીએમસીના વધતા પ્રભાવથી બીજેપી નેતૃત્વ બેચેન છે.

બિપ્લબ કુમાર દેવે એક દિવસ પહેલા ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે આજે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. વિકાસના કામો અને સંગઠન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular